બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એપસ્ટીન ફાઈલ મુદ્દે હિલેરી ક્લિન્ટનનો મોટો ખુલાસો બીજી તરફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના CEOનુ રાજીનામુ

વિવાદ / એપસ્ટીન ફાઈલ મુદ્દે હિલેરી ક્લિન્ટનનો મોટો ખુલાસો બીજી તરફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના CEOનુ રાજીનામુ

Priyankka Triveddi

Last Updated: 07:58 AM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપસ્ટીન ફાઇલ વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. એક બાજુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના CEO એ રાજીનામું આપ્યું છે તો બીજી બાજુ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલરી ક્લિન્ટન એપસ્ટીનને ક્યારેય નહીં મળતા હોવાનું જણાવી રહ્યા છે.

Jeffrey Epstein Files: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને એપસ્ટીન મુદ્દે અમેરિકી હાઉસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેઓ ક્યારેય જેફ્રી એપસ્ટીનને મળ્યા નથી અને તેમના અપરાધોની કોઈ માહિતી તેમની પાસે નથી. ક્લિંટને વધુમાં જણાવ્યું કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જોઈએ અને આ સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના સહયોગીઓની પણ પૂછપરછ કરવામાં આવે તેવી માંગ કરી. હિલેરીએ વધુમાં જણાવ્યું કે તેમણે ક્યારેય એપસ્ટીનના પ્લેન, ટાપુ, ઘર કે ઓફિસની મુલાકાત લીધી નથી.

તો બીજી બાજુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના CEO બોર્જ બ્રેન્ડએ એ રાજીનામું આપ્યું છે. એપસ્ટીન ફાઈલમાં નામ સામે આવતા અને જેફ્રી એપસ્ટીન સાથે સંપર્ક હોવાના ખુલાસા બાદ વિવાદ ઊભો થયો હતો. બ્રેંડેએ પોતાના નિવેદનમાં કહ્યું કે ચાલી રહેલા વિવાદને કારણે સંસ્થાના કામકાજ પરથી ધ્યાન ભટકાઈ રહ્યું હતું. તેથી તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો. બ્રેન્ડના આ રાજીનામાં પછી હવે WEF ના પ્રબંધ નિદેશક એલોઇસ ઝ્વિંગી વચગાળાના અધ્યક્ષ અને સીઇઓનો કાર્યભાર સંભાળશે. ટ્રસ્ટી બોર્ડ સ્થાયી ઉત્તરાધિકારીની નિયુક્તિની પ્રક્રિયા પર ધ્યાન રાખશે. બ્રેનડે 2017થી wef ના પ્રમુખ હતા.

“મારી પાસે એપ્સટિન વિશે કોઈ માહિતી નથી,” એમ હિલેરી ક્લિન્ટનએ જણાવ્યું. એપ્સટિન સંબંધિત દસ્તાવેજો અને તેના નેટવર્ક સાથે જોડાયેલા મુખ્ય લોકોની જુબાનીને લઈને મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે તેઓ યુએસ હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ હાજર થયા હતા. ન્યૂ યોર્કના ચપ્પાક્વામાં આપેલા પોતાના નિવેદનમાં ક્લિન્ટને ફરી દોહરાવ્યું કે તેમને જેફ્રી એપસ્ટીન અથવા તેની સહયોગી મેક્સવેલ અંગે કોઈ જાણકારી નથી. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યારેય એપ્સટિનને મળ્યા નથી અને તેના ગુનાઓ વિશે પણ અજાણ હતા. રિપબ્લિકન નેતૃત્વવાળી હાઉસ કમિટી દ્વારા સેક્સ-ટ્રાફિકિંગ કૌભાંડ અને એપ્સટિનના પ્રભાવશાળી સંપર્કોની તપાસ સંદર્ભે યોજાયેલી સુનાવણી દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. જ્યારે તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અલગથી જુબાની આપવાના છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાને 19 પાકિસ્તાની ચોકીઓ પર કબજો કર્યો ! પાકિસ્તાની સેનાનો કાબુલ પર હુમલો

vtv app promotion

જીનીવા સ્થિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના પ્રમુખ અને CEO બ્રેન્ડે એ ગુરુવારે પદત્યાગ કર્યો. અમેરિકન સેક્સ અપરાધી એપસ્ટીન સાથે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત સંબંધોને લગતા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવાયો. સત્તાવાર નિવેદનમાં બ્રેન્ડેએ એપસ્ટેઇનનું નામ લીધું નહોતું, પરંતુ પછી સ્વીકાર્યું કે ચાલુ વિવાદોને કારણે ફોરમના કામકાજ પરથી ધ્યાન ભટકી રહ્યું હતું. બ્રેન્ડેના રાજીનામા બાદ WEFના મેનેજિંગ ડિરેક્ટર Zwinggi વચગાળાના પ્રમુખ અને CEO તરીકે જવાબદારી સંભાળશે. જ્યારે ટ્રસ્ટી મંડળ કાયમી અનુગામીની પસંદગી પ્રક્રિયા આગળ વધારશે. 2017થી સંસ્થાનું નેતૃત્વ સંભાળતા બ્રેન્ડેએ જણાવ્યું કે સાડા આઠ વર્ષનો કાર્યકાળ સંતોષકારક રહ્યો. પરંતુ તેઓ નથી ઇચ્છતા કે વિવાદ સંસ્થાની કામગીરીને અસર કરે. યુનાઈટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર દસ્તાવેજોમાં જણાવાયું હતું કે બ્રેન્ડેએ એપસ્ટેઇન સાથે ત્રણ વ્યાવસાયિક ભોજન બેઠક કરી હતી અને ઇમેઇલ તેમજ ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા સંપર્ક જાળવ્યો હતો. નોર્વેજીયન મીડિયાને તેમણે સ્વીકાર્યું કે આ મુલાકાતો અને સંવાદ અંગે પૂરતી પારદર્શિતા ન રાખવા બદલ તેમને અફસોસ છે. જોકે 2018ની પ્રથમ મુલાકાત સમયે તેઓ એપસ્ટેઇનના ગુનાહિત ભૂતકાળથી અજાણ હતા તેમ જણાવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Borge Brende Jeffrey Epstein Files Hillary Clinton
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ