ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / યાદગાર બન્યો આઝાદી દિવસ, પહેલી વાર ભારત આવ્યાં આ દેશના મોટા નેતા, નામ નવાઈનું

રાજનીતિ / યાદગાર બન્યો આઝાદી દિવસ, પહેલી વાર ભારત આવ્યાં આ દેશના મોટા નેતા, નામ નવાઈનું

Published By: Priykant Shrimali

Last Updated: 10:48 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day South Korea : ભારતભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની વચ્ચે બન્યું એવું કે હવે સંભવિત રીતે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાની રાજનૈતિક સમીકરણોમાં પણ બદલાવના સંકેત

ADVERTISEMENT

Independence Day South Korea : ગઇકાલે ભારતભરમાં આઝાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એક એવી વાત સામે આવી છે કે, જે ખરેખર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાસ્તવમાં દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂન શુક્રવાર સાંજે ભારતની રાજધાની નવી દિલ્હીમાં પહોચ્યા છે. નોંધનીય છે કે, આ તેમનો ભારત તરફનો પહેલો સત્તાવાર પ્રવાસ છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સ્વાગત સાથે જણાવ્યું કે, ભારત-દક્ષિણ કોરિયા વચ્ચેની વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે અને ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.

ભારત અને દક્ષિણ કોરિયા બંને એક જ દિવસે ઉજવે છે સ્વતંત્રતા દિવસ

નોંધનીય છે કે, ભારત અને દક્ષિણ કોરિયા બંને દેશો 15 ઑગસ્ટે પોતપોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ પ્રસંગે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂને ભારતને દિલથી શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, આજે કોરિયાનો નેશનલ લિબરેશન ડે છે અને ભારતનો સ્વતંત્રતા દિવસ છે. હું ભારતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવૂં છું અને આશા રાખું છું કે આપણા બે દેશો વચ્ચેની મિત્રતા અને સહકાર વધુ મજબૂત બનશે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ દક્ષિણ કોરિયાને તેમના સ્વતંત્રતા દિનની શુભકામનાઓ આપી. તેમણે એક જૂની તસ્વીર પણ શેર કરી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 સમિટ દરમિયાન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે મુલાકાત કરી હતી.

તમે જોયો કે નહિ દક્ષિણ કોરિયન દૂતાવાસનો વિડીયો ?

નવી દિલ્હી સ્થિત દક્ષિણ કોરિયાના દૂતાવાસે પણ ભારતના 79મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે એક ખાસ વિડિયો જાહેર કર્યો હતો. જેમાં કોરિયન રાજનયિકોએ હિન્દી ભાષામાં ભારતવાસીઓને શુભેચ્છાઓ આપી. દૂતાવાસ તરફથી લખવામાં આવ્યું કે, ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે, કોરિયન દૂતાવાસ તરફથી એક પત્ર – હિન્દીમાં. જુઓ આપણા કોરિયન રાજદ્વારોની તરફથી ખાસ શુભેચ્છાઓ...

આ તરફ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આવેલ ભારતીય દૂતાવાસે 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર ઉજવ્યો. ભારતીય રાજદૂત અમિત કુમારે તિરંગો ફરકાવ્યો અને ભારતના રાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો. કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી જેનાથી ત્યાં ઉપસ્થિત લોકોને ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓનો ગૌરવ અનુભવ થયો.

આ પણ વાંચો : આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે BJPની મોટી બેઠક, NDAના ઉમેદવાર પર લાગશે મહોર

કિમ જોંગના દુશ્મન ગણાતા દક્ષિણ કોરિયાના વિદેશમંત્રીનો ભારત પ્રવાસ બન્યો ચર્ચાનું કેન્દ્ર

અહીં સૌથી મોટી અને ચર્ચાસ્પદ વાત તો એ છે કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના કટ્ટર દુશ્મન ગણાય છે. જોકે હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂનના ભારત આવવાથી અનેક રાજકીય અને રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ નથી પણ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાની રાજનૈતિક સમીકરણોમાં પણ બદલાવના સંકેત આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day Randhir Jaiswal South Korea

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ