બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 AM, 16 August 2025
Vice Presidential Election : દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પદ પરથી રાજીનામા બાદ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે, ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? મહત્વનું છે, ઉપરાષ્ટ્રપતિના પદ માટે આગામી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હવે જો આપણે સૂત્રોનું માનીએ તો NDA ટૂંક સમયમાં પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરશે. એવું માનવામાં આવે છે કે, ભાજપના સંસદીય બોર્ડની બેઠક 17 ઓગસ્ટે બોલાવાશે જેમાં ઉમેદવારના નામને અંતિમ મંજૂરી મળશે.
ADVERTISEMENT
આ તરફ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ હવે દિલ્હીમાં કવાયત તેજ બની છે. NDA માં સમાવિષ્ટ દળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ માટે ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર સોંપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NDAના ઉમેદવારના નામાંકન સમયે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ હાજર રહેશે.

ADVERTISEMENT
NDA દળોની સંયુક્ત બેઠક યોજાશે ?
આ તરફ સંસદનું ચોમાસું સત્ર 18 ઓગસ્ટથી ફરી શરૂ થશે તે પહેલા NDAના સાંસદો અને સહયોગી દળોની સંયુક્ત બેઠક પણ યોજાઈ શકે છે. NDAના સાંસદો ઉમેદવારના સમર્થનમાં અનેક સેટમાં નામાંકન પત્ર ભરી શકે છે. જો વિરોધ પક્ષો પણ પોતાનો ઉમેદવાર ઉતારે છે, તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે.
ADVERTISEMENT
NDAના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત
ADVERTISEMENT
અહીં સૌથી મહત્વની વાત એ છે કે, NDA પાસે લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદો વાળું ઇલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતિ છે. એટલે કે NDAના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ તરફ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ કવાયત તેજ બની છે ત્યારે આવતીકાલે સંભવિત રીતે ખબર પડી શકે છે કે, NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.