ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEOS: ઇસ્કોનથી લઇને વૃંદાવન સુધી..., આજે ઠેર-ઠેર મંદિરોમાં ભક્તો કૃષ્ણ ભક્તિના રંગે રગાયા

Janmashtami 2025 / VIDEOS: ઇસ્કોનથી લઇને વૃંદાવન સુધી..., આજે ઠેર-ઠેર મંદિરોમાં ભક્તો કૃષ્ણ ભક્તિના રંગે રગાયા

Published By: Maulik Patel

Last Updated: 09:36 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશ આજે કૃષ્ણજન્મોત્સવના રંગે રંગાયો છે. ત્યારે ખાસ કરીને શ્રી કૃષણભૂમિ મથુરામાં અને વૃંદાવનમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભાવિ ભક્તો વહેલી સવારથી શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારીના નાદ સાથે ભક્તિમય બન્યા છે.

ADVERTISEMENT

સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવને જન્માષ્ટમી તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા અને લીલાભૂમિ વૃંદાવનમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી છે. આ પાવન અવસરે લગભગ 10 લાખથી વધુ ભક્તો વૃંદાવન ખાતે ભક્તિમાં લીન જોવા મળ્યા છે.

બાંકેબિહારી મંદિરમાં ઠાકુરજીના દર્શન માટે લાંબી લાઇનો લાગી ગઈ છે. મંદિરના દરવાજા સવારથી જ ભક્તો માટે ખુલ્લા મુકાઈ ગયા છે. ભક્તો “શ્રીકૃષ્ણગોવિંદ હરે મુરારી”ના નાદ સાથે ભગવાનના દર્શન માટે આતુર દેખાયા હતા.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત થનારી વિશિષ્ટ પોશાક મથુરાના કારીગરોએ છેલ્લા છ મહિના તૈયાર કર્યા હતા. આ પોશાકમાં સોનાના તથા ચાંદીના તાંરા વપરાયા છે અને તેમાં ઈન્દ્રધનુષના સાતે રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોશાક ધારણ કર્યાબાદ ભગવાન શ્રીકૃષ્ણને એકદમ દિવ્ય અને અલૌકિક રૂપ મળ્યું છે.

app promo4

મંદિરના શણગારની વાત કરીએ તો, આ વર્ષે મંદિરને ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર સુશોભિત કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના વાસસ્થાન – ફૂલ બંગલા – ને સિંદૂરી રંગના ફૂલો થી સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. આ વિશિષ્ટ ફૂલો કોલકાતા અને બેંગલુરુમાંથી મંગાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે આ શણગાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વધુમાં વાંચો: કૃષ્ણ જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર

આ ઉજવણીને સફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ભક્તોની ભીડને પહોંચી વળવા માટે રસ્તાઓ પર ટ્રાફિકના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આવી ભવ્ય અને ભક્તિમય ઉજવણી વચ્ચે સમગ્ર મથુરા અને વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પવિત્ર અનુરણનમાં ગુંજી ઉઠ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathura celebration Vrindavan devotees Krishna Janmashtami

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ