બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કૃષ્ણ જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર

Janmashtami 2025 / કૃષ્ણ જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર

Nidhi Panchal

Last Updated: 08:45 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને આનંદ સાથે ઉજવાયો. દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર સાથે મધરાતે જન્મોત્સવની તૈયારી શરૂ.

શ્રાવણ વદ આઠમ, શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ સમગ્ર ગુજરાતભરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો. દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. શુક્રવારથી જ યાત્રાળુઓ ધર્મધામોમાં પહોંચી ગયા હતા અને મધરાતે 12 વાગ્યે શંખનાદ થતા મંદિરો 'નંદ ઘેર આનંદ ભયો' ના જયઘોષોથી ગુંજી ઉઠ્યા હતા.

JANMASHTMI-4

કનૈયા, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, દ્વારકાધીશ, રણછોડ જેવા અનેક નામોથી ભક્તો વ્હાલથી બોલાવતા ભગવાન કૃષ્ણના જન્મોત્સવમાં લોકો આનંદની લાગણી સાથે મનાવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ઋષિ દુર્વાસાએ ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપ્યો હતો કે, જ્યાં સુધી મનુષ્યમાં અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી તે તારા પ્રત્યે ભાવ રાખશે.

ડાકોર મંદિરની ઉજવણી

ડાકોરમાં સવારે 6:30એ નીજ મંદિર ખુલ્યું, 6:45એ મંગળા આરતી બાદ દિવસભરમાં વિવિધ આરતીઓનો કાર્યક્રમ યોજાયો. બપોરે 1 વાગ્યે મંદિર બંધ થયા બાદ સાંજે ફરીથી દર્શન ખુલશે. રાત્રે બરાબર 12 વાગ્યે જન્મોત્સવ સાથે પંચામૃત સ્નાન કરવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવ અને પ્રસાદના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા.

દ્વારકા દર્શન વ્યવસ્થા

દ્વારકામાં સવારે 6 વાગ્યે મંગળા આરતીથી ઉજવણી શરૂ થઈ. દિવસભરમાં શણગાર, અભિષેક, રાજભોગ અને સંધ્યા આરતી બાદ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવની ઉજવણી સાથે વિશેષ પુજા, જન્મસ્નાન અને ભજન-સંકીર્તન યોજાશે.

JANMASHTMI-5

શામળાજી ઉત્સવ

સવારે 6 વાગ્યે મંદિર ખુલશે, સવારે 6:45ના મંગળા આરતી, સવારે 9:15ના શણગાર આરતી, સવારે 11:30ના રાજભોગ ધરાવાશે-મંદિર બંધ, બપોરે 12:15ના રાજભોગ આરતી-મંદિર બંધ, બપોરે 2:15ના મંદિર ખુલશે, સાંજે 7ના સંધ્યા આરતી, રાત્રે 12ના જન્મોત્સવ, રાત્રે 12:45ના શયન આરતી. મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધન પર્વત, નાગ દમનની ઝાંખીના દર્શન તેમજ ડાયરાનું પણ આયોજન.ત્રણ દિવસની રજાને કારણે સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢ જેવા પવિત્ર સ્થળોએ પણ ભક્તો ઉમટી પડ્યા. દ્વારકા અને સોમનાથમાં મોટી-નાની તમામ ધર્મશાળાઓ તથા હોટેલો ભરાઈ ગયાં હતાં.

JANMASHTRMI-2

દહીં હાંડીનું મહત્ત્વ

કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દહીં હાંડીનું ખાસ મહત્ત્વ છે. આ અવસરે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શનિવારે મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીનો મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભગૃહને દેશ-વિદેશમાંથી મંગાવવામાં આવેલા ફૂલોથી શણગારવામાં આવશે.

app promo5

થાઇલેન્ડથી પાંચ રંગના ઓર્ચિડ, દક્ષિણ આફ્રિકાથી ત્રણ જાતના એન્થોરિયમ, સાથે કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા અને ડેઝી જેવા ફૂલ મળી કુલ 900 કિલો ફૂલોથી મોર, શંખ, કમળ અને ધનુષ જેવા સુંદર આકૃતિઓ તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવશે. જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ પ્રસંગે 10 હજારથી વધુ ભક્તો માટે ભંડારા અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદના મંદિરોમાં ખાસ કાર્યક્રમો

  • ઈસ્કોન મંદિર : સવારે 4:30એ મંગળા આરતી, 400 કિલોથી વધુ ફૂલોનો શણગાર, રાત્રે 11:30એ મહાઅભિષેક અને 12:30એ મહાઆરતી.
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ : સવારે મહાઅભિષેક, બપોરે રાજભોગ આરતી, સાંજે સ્વર્ણ રથયાત્રા અને મધરાતે જન્મક્ષણની મહાઆરતી.
  • જગન્નાથ મંદિર : સમગ્ર દિવસ ભજન, વિશિષ્ટ આરતી અને મધરાતે જન્મોત્સવ.
  • નરોડા મહાપ્રભુજી બેઠક : મધરાતે જન્મોત્સવ, અને બીજા દિવસે નંદમહોત્સવ.
  • બાપુનગર દ્વારકેશધામ હવેલી : મધરાતે પંચામૃત સ્નાન સાથે જન્મોત્સવ તથા બીજા દિવસે નંદમહોત્સવ.
  • કલ્યાણપુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર : સવારે પંચામૃત સ્નાનથી લઈને રાત્રે જાગરણ દર્શન સુધીના કાર્યક્રમો, અને બરાબર 12 વાગ્યે જન્મદર્શન.

આ પણ વાંચો : આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણની શુભ મુહૂર્તમાં કરો પૂજા, જાણો મંત્ર અને આરતી

રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવનો ધામધૂમથી ઉજવણી થશે અને લાખો ભક્તો ભગવાન કાનુડાના જન્મોત્સવના દર્શન કરીને આનંદનો અનુભવ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat temples Dwarka celebration,
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ