બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જ્યારે ખુદ ગાંધીજીએ જ તિરંગાને સલામી આપવા ઇન્કાર કર્યો, કારણ જાણીને ચોંકી જશો

આશ્ચર્યજનક / જ્યારે ખુદ ગાંધીજીએ જ તિરંગાને સલામી આપવા ઇન્કાર કર્યો, કારણ જાણીને ચોંકી જશો

Priykant Shrimali

Last Updated: 02:11 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : શું તમે જાણો છો કે, એક વખત મહાત્મા ગાંધીજીએ ત્રિરંગાને સલામી આપવા ઈનકાર કર્યો હતો? ત્રિરંગાની ડિઝાઇનને લઈ વિવાદ અને પછી...

Independence Day 2025 : આપણાં દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2025માં ભારત પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ માત્ર દેશને મળેલી સ્વતંત્રતાનું જ નહિ પણ દેશભક્તિ, એકતા અને ત્યાગની ભાવનાઓનું પણ પ્રતિબિંબ છે. પરંતુ શું તમે જાણો છો કે, એક વખત મહાત્મા ગાંધીજીએ ત્રિરંગાને સલામી આપવા ઈનકાર કર્યો હતો? જો ન જાણતા હોય તો આજે આપણે આપણાં આ આર્ટીકલમાં તેના વિશે જાણીશું કે, એવું તે શું કારણ હતું કે, મહાત્મા ગાંધીએ ત્રિરંગાને સલામી આપવા ઇનકાર કર્યો હતો.

ત્રિરંગાની ડિઝાઇનને લઈ વિવાદ અને પછી...

તમે બધા જાણતા જ હશો કે, આજનો આપનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કેસરિયા, સફેદ અને લીલા રંગથી બનેલો છે. જેના મધ્યમાં અશોક ચક્ર છે. જોકે 1931માં મહાત્મા ગાંધીજીએ જે ત્રિરંગાની ડિઝાઇનને સમર્થન આપ્યો હતો, તેમાં મધ્યમાં ચરખું હતું. જે સ્વદેશી આંદોલન અને ગરીબીમાં પણ આત્મનિર્ભરતાનું પ્રતીક હતું. પરંતુ જ્યારે 1947માં બંધારણસભા દ્વારા આ ધ્વજને આધિકારિક રીતે અપનાવવાનો મુદ્દો આવ્યો ત્યારે તેમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો ગયો અને ચરખાને બદલે અશોક ચક્ર મૂકવામાં આવ્યું. આ બદલાવના પાછળના તર્કમાં કહેવામાં આવ્યું કે, ચરખું મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજ દરેક ભારતીયનું પ્રતીક હોવું જોઈએ, રાજકીય પક્ષનું નહીં.

આ પણ વાંચો : જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

ગાંધીજીની નારાજગી અને પછી..

આ દરમિયાન ગાંધીજી જે ત્યારે લાહોરમાં હતા તેઓએ આ બદલાવને વખાણવાને બદલે પોતાની અસંતોષ વ્યકત કર્યો. તેમણે ખુલ્લેઆમ કહ્યું: હું એવા ધ્વજને સલામ નહીં કરું જેમાં ચરખું નથી. તેમનું માનવું હતું કે, ચરખું માત્ર સૂતર કાતવાનું સાધન નહીં પણ ગરીબોની આત્મનિર્ભરતા, માનવતા અને સમાનતાનું પ્રતીક છે. ગાંધીજી માટે ચરખું 'શક્તિશાળી simplicity' નું પ્રતિકરૂપ હતું.

આ પણ વાંચો : આ રૂટ પરથી પસાર થનારી Air Indiaની તમામ ફ્લાઇટ કેન્સલ, બુકિંગમાં ઉતાવળ ના કરતા

જોકે બાદમાં સમજાવટ થઈ અને ગાંધીજી માની ગયા

આ તરફ મહાત્મા ગાંધીની નારાજગીની વચ્ચે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીને સમજાવ્યું કે, અશોક ચક્ર પણ ધર્મ, ન્યાય અને અહિંસાનું પ્રતીક છે જે ભારતની ઐતિહાસિક સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આ તરફ ટૂંક સમયમાં ગાંધીજીએ પોતાની અસહમતિ વિમર્શ પછી મૂકીને નવી ડિઝાઇન સ્વીકારી. 22 જુલાઈ 1947ના રોજ બંધારણસભાએ ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે સત્તાવાર રીતે અપનાવ્યો. 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર ભારતે પ્રથમવાર આ ત્રિરંગાને લહેરાવ્યો જે આજે વિશ્વભરમાં ભારતના ગૌરવ અને અસ્મિતાનું પ્રતીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahatma Gandhi Independence Day 15 August
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ