બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:53 PM, 12 August 2025
Air India Flight Cancel : એર ઇન્ડિયાથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સતત વિવાદોમાં રહેનાર એર ઈન્ડિયાએ એક મોટી જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ સોમવારે જાહેરાત કરી હતી કે, તે 1 સપ્ટેમ્બર, 2025થી દિલ્હી-વોશિંગ્ટન DC વચ્ચે સીધી ફ્લાઇટ સેવા બંધ કરશે. વિગતો મુજબ એર ઈન્ડિયાએ કહ્યું કે, આ નિર્ણય ઘણા કારણોસર લેવામાં આવ્યો છે જેથી તેની અન્ય ફ્લાઇટ્સ સરળતાથી અને સમયસર દોડતી રહે.
ADVERTISEMENT
મુસાફરોને શું લાભ મળશે ?
એર ઈન્ડિયા અનુસાર આ સસ્પેન્શનનું મુખ્ય કારણ વિમાન કાફલામાં ઘટાડો છે. એર ઇન્ડિયાએ ગયા મહિને તેના 26 બોઇંગ 787-8 વિમાનો માટે મોટા પાયે રેટ્રોફિટ (આધુનિકીકરણ) કાર્યક્રમ શરૂ કર્યો હતો જે 2026 ના અંત સુધી ચાલુ રહેશે. આ પ્રક્રિયા દરમિયાન એક સમયે અનેક વિમાનો સેવામાંથી બહાર થઈ જશે.
ADVERTISEMENT

શું કહ્યું એર ઈન્ડિયાએ ?
ADVERTISEMENT
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બર, 2025 પછી વોશિંગ્ટન ડીસી માટે બુકિંગ કરાવનારા મુસાફરોનો સંપર્ક કરવામાં આવશે અને તેમને વૈકલ્પિક મુસાફરી વિકલ્પો ઓફર કરવામાં આવશે, જેમાં અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી બુકિંગ અથવા સંપૂર્ણ રિફંડનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : 'Please Help', 5 વર્ષની બાળકીએ PM મોદી પાસે લગાવી મદદની ગુહાર, ચિઠ્ઠી વાયરલ
તો શું વોશિંગ્ટન માટે એક જ જગ્યાએ ફ્લાઇટ લઈ શકાશે ?
ADVERTISEMENT
મુસાફરો હજુ પણ એર ઇન્ડિયાના ઇન્ટરલાઇન ભાગીદારો-અલાસ્કા એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સ-પર ન્યૂ યોર્ક (JFK), નેવાર્ક (EWR), શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોથી વન-સ્ટોપ ફ્લાઇટ્સ લઈને વોશિંગ્ટન ડીસી જઈ શકશે અને તેમના સામાનને સીધા અંતિમ ગંતવ્ય સ્થાન પર ચેક-ઇન કરી શકશે. એર ઇન્ડિયા ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે ટોરોન્ટો અને વાનકુવર સહિત કુલ છ સ્થળો માટે નોન-સ્ટોપ ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.