ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'Please Help', 5 વર્ષની બાળકીએ PM મોદી પાસે લગાવી મદદની ગુહાર, ચિઠ્ઠી વાયરલ

બેંગલુરુ / 'Please Help', 5 વર્ષની બાળકીએ PM મોદી પાસે લગાવી મદદની ગુહાર, ચિઠ્ઠી વાયરલ

Published By: Priykant Shrimali

Last Updated: 11:30 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girl letter To PM Modi : પાંચ વર્ષની બાળકીનો પ્રધાનમંત્રી મોદીને હાથથી લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો એવું તે શું લખ્યું ?

ADVERTISEMENT

Girl letter To PM Modi : આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. તાજેતરમાં PM મોદી જ્યારે બેંગલુરુના નવું પ્રોજેક્ટ નમ્મા મેટ્રો યલો લાઇનનું ઉદ્ઘાટન કરવા બેંગલુરુ પહોંચ્યા ત્યારે એક ઘટના એવી બની કે જેને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. વાસ્તવમાં અહીં માત્ર 5 વર્ષની એક નાની બાળકીનો PM મોદીને સંબોધીને લખેલો નિઃસ્વાર્થ પત્ર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. વિગતો મુજબ બાળકીના પિતા અભિરૂપ ચેટર્જી દ્વારા શેર કરાયેલ આ પત્રમાં બાળકીએ પોતાના નાની ઊંમરના પડકારો ખૂબ જ સરળ અને સાદા શબ્દોમાં વ્યક્ત કર્યા છે.

હવે જાણો એવું તે શું લખ્યું છે પત્રમાં ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, "નરેન્દ્ર મોદીજી, અહીં ખૂબ ટ્રાફિક છે. અમને શાળા અને ઓફિસ માટે મોડા પહોંચે છે. રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે. કૃપા કરીને મદદ કરો."

જોકે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, આ પત્ર માત્ર એક બાળકીના મનની વાત નથી પરંતુ બેંગલુરુ શહેરમાં વસવાટ કરતા લાખો નાગરિકોની દીર્ઘકાલીન સમસ્યાને પ્રતિબિંબિત કરે છે. ટ્રાફિક, ખડજમ રસ્તાઓ અને અવ્યવસ્થિત યાત્રાવ્યવસ્થા શહેરના વિકાસમાં સૌથી મોટી અવરોધ છે.

બાળકીના પિતાએ શેર કર્યો પત્ર

અભિરૂપ ચેટર્જીએ પત્રને પોસ્ટ કરતા લખ્યું, "વડાપ્રધાન બેંગલુરુ આવી રહ્યા છે. મારી પાંચ વર્ષની પુત્રી આને ટ્રાફિક સમસ્યા હલ કરવાની તક તરીકે લઈ રહી છે." આ inocent yet impactful appeal હવે સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં આ પોસ્ટને 5.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હજારો લોકોએ ટિપ્પણીઓ કરીને બાળકીની ચિંતાને યોગ્ય ગણાવી છે.

આ પણ વાંચો : વલોવાઈ જશે દિલ! પુત્રની ચાહતમાં પિતાએ 1 વર્ષની માસૂમને ઝેરી બિસ્કિટ ખવડાવ્યું

હવે જાણો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ ?

એક યુઝરે લખ્યું: મને આશા છે કે PM તેની વાત સાંભળશે અને કદાચ બાળકી સાથે મુલાકાત પણ કરશે. બીજાએ વ્યંગાત્મક રીતે લખ્યું: આશા રાખવી સારી વાત છે. પણ સારા શાસનની આશા રાખવી એ હાથમાં રેતી પકડવા જેવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Namma Metro Yellow Line, PM Modi Namma Metro Yellow Line girl's letter to PM Modi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ