બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વલોવાઈ જશે દિલ! પુત્રની ચાહતમાં પિતાએ 1 વર્ષની માસૂમને ઝેરી બિસ્કિટ ખવડાવ્યું

ત્રિપુરા / વલોવાઈ જશે દિલ! પુત્રની ચાહતમાં પિતાએ 1 વર્ષની માસૂમને ઝેરી બિસ્કિટ ખવડાવ્યું

Last Updated: 10:49 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુત્ર લાલસામાં લોકો દીકરીઓનો ભોગ લેતાં પણ નથી અચકાતાં. પુત્ર કાજે પુત્રની ખૌફનાક ઘટનાનો એક કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે.

પોતાનો વંશવેલો ટકાવી રાખવા લોકોને પુત્ર લાલસા હોય છે અને આવી પુત્ર લાલસમાં ખૌફનાક પગલું પણ ભરતાં હોય છે. 'દીકરા કાજે દીકરીની હત્યા' આવી ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા સમય પહેલાં ગુજરાતમાં પુત્ર લાલસાથી પીડિત એક પિતાએ તેની માસૂમ દીકરીને કેનાલમાં ધક્કો મારી દીધો હતો જે પછી હવે ત્રિપુરામાં પણ આવો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મારા પતિને ફાંસી આપો

ત્રિપુરાના ખોવાઈમાં એક સૈનિક પર તેની એક વર્ષની પુત્રીને ઝેર આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. છોકરીની માતાએ હવે તેના પતિ માટે મૃત્યુદંડની માંગ કરી છે. હકીકતમાં આ સૈનિકને દીકરો જોઈતો હતો અને દીકરી જન્મી હતી તેથી તેણે આવું ખૌફનાક પગલું ભર્યું હતું. પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ રાજ્યમાં વ્યાપક રોષ ફેલાયો છે. જીબી હોસ્પિટલમાં મૃતકની તપાસ કરનારા એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, બાળકીને ખોવાઈ જિલ્લા હોસ્પિટલમાંથી રાજ્યની રાજધાની અગરતલાની જીબી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી જોકે તે દરમિયાન તેનું મોત થઈ ચૂક્યું હતું.

વધુ વાંચો : 'આ ચીજ પર કોઈ ટેરિફ નહીં' ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, તરત ઘટી ગયા ભાવ, ભારતને ફાયદો

પત્નીએ આરોપી પતિ પર શું ખુલાસો કર્યો

છોકરીની માતા મિતાલીએ કહ્યું કે અમે બેહલાબારીમાં મારી બહેનના ઘરે ગયા હતા, જ્યાં મારા પતિ રથેન્દ્ર દેબબર્મા અને મારી બહેનના દીકરા મારી દીકરીને બિસ્કિટ ખરીદવા માટે એક દુકાન પર લઈ ગયા. જ્યારે તેઓ ત્યાં હતા, ત્યારે મારી બહેને જોયું કે મારી દીકરી ઉલટીઓ અને મરડોથી પીડાઈ રહી હતી. તેના મોંમાંથી કોઈ દવાની તીવ્ર ગંધ આવી રહી હતી. મેં તેનું ગળું પકડીને પૂછ્યું કે તેણે તેને શું ખાવા આપ્યું હતું કે તેની હાલત આવી થઈ ગઈ, તેણે કહ્યું કે તેણે કોઈ ઝેર આપ્યું નથી. હવે મારી દીકરી જીબી હોસ્પિટલમાં મરી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news national news tripura
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ