ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:48 AM, 12 August 2025
ADVERTISEMENT
ટેરિફ વોરની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું એલાન કરીને ફરી પાછી દુનિયાને ચોંકાવી મૂકી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પે એવું જાહેર કર્યું કે અમેરિકી સરકાર એક ખાસ ચીજ પર કોઈ ટેરિફ નહીં લાગે. હકીકતમાં ટ્રમ્પનું આ નિવેદન એવે સમયે આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોના પર ભારે ટેરિફ લાદવાના છે આ પછી, બુલિયન માર્કેટમાં અરાજકતા ફેલાઈ ગઈ. જોકે ટ્રમ્પે હવે આ ચીજ પર નો ટેરિફનું જાહેર કરી દીધું છે.
ADVERTISEMENT
કઈ ચીજ પર નહીં લાગે ટેરિફ
ટ્રમ્પે એવું કહ્યું કે સોના પર કોઈ ટેરિફ નહીં લાગે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સોનાની ખૂબ માગ છે ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને ફાયદો થઈ શકે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ટૂંક સમયમાં એક નવી નીતિ રજૂ કરશે જે સ્પષ્ટ કરશે કે સોના પર આયાત ડ્યુટી લાદવામાં આવશે કે નહીં. આ પછી, બજારમાં અફવાઓ ફેલાઈ ગઈ અને બુલિયન બજાર અસ્થિર બનવા લાગ્યું.
ADVERTISEMENT
નો ટેરિફ એલાન બાદ સોનાના ભાવ ઘટ્યાં
ADVERTISEMENT
ગોલ્ડ પર 'નો ટેરિફ' એલાન બાદ તેની અસર પણ પડી છે. બુલિયન માર્કેટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ દુનિયાભરમાં ટેરિફ વધારી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.