ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / યુક્રેન પર રશિયાનો પાવરફુલ પ્રહાર! વીજળી કેન્દ્રો નિશાન પર, 12 વિસ્તારોમાં અંધારપટ

વિશ્વ / યુક્રેન પર રશિયાનો પાવરફુલ પ્રહાર! વીજળી કેન્દ્રો નિશાન પર, 12 વિસ્તારોમાં અંધારપટ

Published By: Nirav Kumar

Last Updated: 08:20 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઊર્જા માળખા પરના નવા હુમલાઓથી યુક્રેનમાં વીજળી સંકટ ઘેરાયું છે. જેમાં 12 વિસ્તારોમાં પુરવઠો ખોરવાયો છે અને શિયાળો નજીક આવતાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધવાની ચિંતા ઊભી થઈ છે.

ADVERTISEMENT

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઊર્જા માળખા પરના હુમલાઓએ ચિંતા વધારી છે. 20 ઓક્ટોબર 2026ના રોજ યુક્રેનના અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રશિયાએ રાતથી સવાર સુધી વીજળી ઉત્પાદન અને પુરવઠા સાથે જોડાયેલી સુવિધાઓને નિશાન બનાવી હતી.

12 વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો

યુક્રેનની સરકારી વીજળી કંપની ઉક્રેનર્ગોના જણાવ્યા અનુસાર 20 ઓક્ટોબરની સવારે દેશના 12 વિસ્તારોમાં વીજળીની સમસ્યા ઊભી થઈ હતી. તેમાં કિરોવોહરાદ, ઝાયતોમિર, લ્વિવ, ઓડેસા, રિવને, ટેર્નોપિલ, ઝાપોરિઝ્ઝિયા, ડોનેત્સ્ક, ખાર્કિવ, સુમી અને ચેર્નિહિવનો સમાવેશ થાય છે. જેમાં યુક્રેનના ઊર્જા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હુમલાઓને કારણે કેટલાક ગ્રાહકોને વીજળી મળતી બંધ થઈ ગઈ હતી. અગાઉથી નુકસાન પામેલા વીજ ઉપકરણો પર વધુ ભાર ન પડે તે માટે વીજળી વ્યવસ્થાને કંટ્રોલ કરવાની જરૂર પડી રહી છે.

અમુક વિસ્તારોમાં કલાકવાર શેડ્યૂલ

વીજળીની વ્યવસ્થા સંપૂર્ણરીતે ખોરવાઈ ન જાય તે માટે યુક્રેનમાં ઉદ્યોગોને આપવામાં આવતો વીજ પુરવઠો મર્યાદિત કરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં કલાકવાર વીજળી કાપનું શેડ્યૂલ પણ લાગુ કરવામાં આવશે. આ પગલાંનો હેતુ પહેલેથી જ નુકસાન પામેલી વીજળીની વ્યવસ્થા પર વધારાનું દબાણ અટકાવવાનો અને શક્ય હોય ત્યાં સુધી મોટા પાયે વીજળી ગુલ થતી રોકવાનો છે.

જેમાં યુક્રેનના ઊર્જા મંત્રાલયના પ્રથમ નાયબ મંત્રી આર્ટેમ નેક્રાસોવે આરોપ લગાવ્યો છે કે રશિયા વ્યવસ્થિત રીતે યુક્રેનના ઊર્જા ક્ષેત્ર પર હુમલા કરી રહ્યું છે. યુક્રેનના જણાવ્યા મુજબ, વીજળી ઉત્પાદન કેન્દ્રો અને વીજળી પહોંચાડતી વ્યવસ્થાને નુકસાન પહોંચવાથી સામાન્ય લોકોના જીવન પર સીધી અસર થઈ રહી છે. જોકે હુમલાઓ અંગે રશિયાની પ્રતિક્રિયા આ અહેવાલમાં ઉપલબ્ધ નથી.

એક દિવસ પહેલાં પણ ઊર્જા કેન્દ્રો પર મોટા હુમલાનો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ 19 ઓક્ટોબરે દાવો કર્યો હતો કે રશિયાએ મિસાઇલ અને ડ્રોન દ્વારા દેશના 28 વીજળી સબસ્ટેશન તથા અન્ય મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને નિશાન બનાવી હતી. ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર તે હુમલાઓમાં 16 બેલિસ્ટિક મિસાઇલ અને 200થી વધુ ડ્રોનનો ઉપયોગ થયો હતો. તેમને આ હુમલાઓને કિવ અને તેની આસપાસના વિસ્તારો પર કેન્દ્રિત ગણાવ્યા હતા. યુક્રેનના દાવા પ્રમાણે, અગાઉના હુમલામાં 5.5 લાખથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.>

યુક્રેનની મુશ્કેલીઓ વધી શકે

યુક્રેન માટે વીજળીનું સંકટ એવા સમયે ઊભું થયું છે જ્યારે ઠંડીની ઋતુ નજીક આવી રહી છે. શિયાળામાં વીજળી અને ગરમીની વ્યવસ્થા ખોરવાય તો સામાન્ય પરિવારો, હોસ્પિટલો અને ઉદ્યોગો માટે મુશ્કેલીઓ વધી શકે છે.

વધુ વાંચો : ફ્રાન્સ, બ્રાઝિલ, સ્પેનમાં વિરોધની આગ! યુવાનો શું માંગે છે? જાણો કયા દેશમાં કયા મુદ્દે થઈ રહ્યો છે બળવો

આવી સ્થિતિમાં વીજળી ઉત્પાદન કેન્દ્રો અને પુરવઠાની વ્યવસ્થાને સુરક્ષિત રાખવી યુક્રેન માટે મોટો પડકાર બની રહી છે. યુદ્ધ વચ્ચે ઊર્જા માળખાને થતું નુકસાન માત્ર વીજળીની સમસ્યા પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ દેશની સામાન્ય જનજીવન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ અસર કરી શકે છે. હાલ સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વીજળી પુરવઠો કેટલો ઝડપથી રીસ્ટોર થાય છે અને ઊર્જા સુવિધાઓ પર હુમલા ચાલુ રહે છે કે નહીં તે મહત્વનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russian Attacks on Ukraine Ukraine Power Outages Russia Ukraine War

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ