ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'બુરી આત્મા ભગાડવા 11 વાર 'સંભોગ વિધિ' કરવી પડશે' ઢોંગી તાંત્રિકે સગીરા સાથે 11 વાર દુષ્કર્મ આચર્યું

મુંબઈ / 'બુરી આત્મા ભગાડવા 11 વાર 'સંભોગ વિધિ' કરવી પડશે' ઢોંગી તાંત્રિકે સગીરા સાથે 11 વાર દુષ્કર્મ આચર્યું

Published By: Hiralal Parmar

Last Updated: 10:03 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાંત્રિક વિધિને બહાને સગીરા સાથે અનેક વાર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી હતી. પોલીસે તાબડતોબ હવસખોર તાંત્રિકને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ADVERTISEMENT

મુંબઈમાં એક હવસખોર તાંત્રિકનો મોટો કાંડ સામે આવ્યો છે. આ ઢોંગી તાંત્રિકે મંત્ર-તંત્રના ઓથા હેઠળ એક સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. ઢાંગી તાંત્રિકે ભૂત-પ્રેત ઉતારવાને બહાને હોટલ લઈ જઈને 17 વર્ષની સગીરા સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ છોકરીને ડરાવવા માટે ખોટો દાવો કર્યો હતો કે તેના શરીરમાં ચાર રાક્ષસો છે, જે તેના ભાવિ પતિને મારી શકે છે અને તેને માતા બનતા રોકી શકે છે. તેણે છોકરીને ધમકી આપી હતી કે તે આ વાત કોઈને ન કહે, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

11 વાર સંભોગ વિધિ કરવી પડશે-તાંત્રિકે જાળ બીછાવી

હવસખોર તાંત્રિકે સગીરાને ફસાવવા માટે એક જાળ પાથરી હતી. આ ઢોંગી તાંત્રિકે એવું કહ્યું કે તારા શરીરમાં કેટલીક બુરી આત્માઓ છે જેને ભગાડવા માટે એક સંભોગ વિધિ કરવી પડશે. સગીરા હવસખોર તાંત્રિકની વાતોમાં આવી ગઈ અને તેણે તાંત્રિકે કહ્યું તેવું કર્યું હતું.

તાંત્રિકે હોટલ બુક કરાવ્યો

સગીરાને ફસાયેલી જોઈને તાંત્રિકે ગેલમાં આવી ગયો અને તેણે વિરારના રાજોડી બીચ પાસેના એક લોજમાં રૂમ બુક કરાવ્યો હતો અને 30 જુલાઈના રોજ ત્યાં પીડિતા પર ત્રણ વખત જાતીય હુમલો કર્યો હતો.

પાપી તાંત્રિકનો કેવી રીતે થયો પર્દાફાશ

આ ઘટના પછી, પીડિતાએ તેના એક મિત્રને આ વાત કહી, જેણે તેને સમજાવ્યું કે આ બધું છેતરપિંડી છે અને તેણે તેના પરિવારને કહેવું જોઈએ. મિત્રએ પીડિતાના માતાપિતાને પણ આ અંગે જાણ કરી. આ પછી, પીડિતાના પિતાએ શુક્રવારે વિરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરીયાદને આધારે પોલીસે હવસખોર ઢોંગી તાંત્રિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

વધુ વાંચો : VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

પરિવાર જ માનતો હતો કે સગીરાને ભૂત વળગ્યું છે

17 વર્ષની પીડિતા માનસિક બીમારીથી પીડાતી હતી અને માતાપિતા સાથે વિરારમાં રહે છે. છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હોવાનું કહેવાય છે, અને તેના પરિવારનું માનવું હતું કે તેને ભૂત વળગેલું છે. પીડિતાના એક મિત્રએ તેણીને આરોપી સાથે પરિચય કરાવ્યો. તેણી પહેલી વાર જુલાઈમાં આરોપીને મળી હતી અને ત્યાર બાદ આરોપીઓ તેની સાથે આ મોટો કાંડ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

black magic maharastra mumbai

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ