ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી એક્સપ્રેસ વે પર ઘટશે ટોલ ફી?

કામની ખબર / સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી એક્સપ્રેસ વે પર ઘટશે ટોલ ફી?

Published By: Bijal Vyas

Last Updated: 09:16 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ હેઠળ જ્યારે કોઈ નેશનલ એક્સપ્રેસ વે શરૂઆતથી અંત સુધી ખુલતો નથી, ત્યારે સમગ્ર લંબાઈ માટે ટોલ ફી નેશનલ હાઇવે માટે લાગુ પડતા ઓછા દરે વસૂલવામાં આવશે.

ADVERTISEMENT

સરકારે નેશનલ હાઇવે ફીના નિયમોમાં સુધારો કર્યો છે જેથી ચાલુ નેશનલ એક્સપ્રેસવેના યૂઝર્સ માટે ટોલ ફીમાં અમુક અંશે ઘટાડો થઇ શકે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઇવેઝ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બદલાયેલા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફી (રેટ્સ નક્કી કરવી અને ક્લેક્શન) નિયમો, 2008 માં ફેરફારોને નોટિફાઇ કર્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ હેઠળ જ્યારે કોઈ નેશનલ એક્સપ્રેસ વે શરૂઆતથી અંત સુધી ખુલતો નથી, ત્યારે સમગ્ર લંબાઈ માટે ટોલ ફી નેશનલ હાઇવે માટે લાગુ પડતા ઓછા દરે વસૂલવામાં આવશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય એક્સપ્રેસવે પરનો યૂઝર ફી સમગ્ર લંબાઈ માટે નોર્મલ નેશનલ હાઇવે યૂઝર ફી કરતા 25% વધુ લેવામાં આવે છે. આ એક્સપ્રેસવે એક્સેસ-કંટ્રોલ્ડ, તેજ અને અડચણવાળા ટ્રાવલ એક્સપીરિયન્સ આપે છે. તેનાથી આવા-જવાને આરામદાયક સફર મળે છે.

ટોલ ફી ઓછા રેટ પર લેવામાં આવશે

હાલમાં એક્સપ્રેસવે સંપૂર્ણપણે ખુલ્લો ન હોય તો પણ, યૂઝર પાસેથી પૂર્ણ થયેલા વિભાગો માટે ફી વસૂલવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું કે નવી જોગવાઈ હેઠળ, જ્યારે નેશનલ એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી ખુલ્લો ન હોય, ત્યારે ફી વસૂલવામાં આવશે. તેથી સમગ્ર લંબાઈ માટે ટોલ ફી ઓછા દરે વસૂલવામાં આવશે.

શું છે આ બદલાવનો હેતુ ?

આ ફેરફારનો હેતુ નેશનલ એક્સપ્રેસવેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી યૂઝર ખુલ્લા ભાગ પર મુસાફરી કરવા માટે મોટિવેટ થાય.આનાથી એક્સપ્રેસવેની પેરેલલ હાલના નેશનલ હાઇવે પર ભીડ ઓછી થશે, લોજિસ્ટિક્સ અને પેસેન્જરની મૂવમેન્ટ ઝડપી બનશે, અને જૂના નેશનલ હાઇવે પર ટ્રાફિક જામને કારણે થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Toll Fees lower toll Rules National Highways

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ