બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / National Health Mission happy Employees salary increased

મહત્વનો નિર્ણય / નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓ ખુશખુશાલ, પગારમાં કરાયો આટલાં ટકાનો વધારો

Ajit Jadeja

Last Updated: 01:59 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26 હજાર કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26 હજાર કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.

કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા

નેશનલ હેલ્થ મિશન હેઠળ ગુજરાતમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશયન, સ્ટાફ નર્સ, પારા મેડિકલ વર્ક જેવા મેડિકલ ફિલ્ડ સહિત ઉપરાંત બિન મેડિકલ ફિલ્ડના ઘણા બધા પદો ઉપર કર્મચારીઓ ફરજ બજાવે છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તાજેતરમાં પગાર વધારા મામલે હડતાળ પર ઉતર્યા હતા. આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ ડોક્ટર સહિત કર્મચારીઓ કરાર આધારિત ફરજ બજાવે છે. સરકારી હોસ્પિટલો, આરોગ્ય વિભાગની કચેરીઓ તેમજ ફિલ્ડમાં જન આરોગ્ય સાથે સંકળાયેલી સેવાઓમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ છે. સુધારેલો પગારવધારો જાહેર ન કરાયો હોવાથી NHMના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાની લાગણી સાથે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા ૪-૯-૧૮ સુધીમાં નવો સુધારેલો પગાર વધારો જાહેર નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. અને જિલ્લા પંચાયત આગળ દેખાવો કર્યા હતા. જો કે સરકારે તેમની માંગણી સ્વીકારી અને આજે પગાર વધારો જાહેર કર્યો છે. NHMના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો 26 હજાર કર્મચારીઓને લાભ થશે.

વધુ વાંચોઃ જે ડિસ્કવરી રાઇડ તૂટતા નિપજ્યાં હતા 2ના મોત, તેને જ કોન્ટ્રાક્ટ સોંપાતા બાલવાટિકાનું નવીનીકરણ વિવાદમાં

સરકારમાં લેખિત રજૂઆતો પણ કરી હતી

રાજ્યમાં ગરીબ દર્દીઓને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા મોબાઇલ ડોક્ટર, ફાર્માસિસ્ટ, લેબટેક, જીએનએમ સહિતની પોસ્ટ પર ૧૧ મહિનાના કરાર આધારિત સ્ટાફ છેલ્લા ૧૫ વર્ષથી નોકરી કરે છે. તેમને દર વર્ષે પાંચથી સાડા બાર ટકા સુધીનો વેતન વધારો અપાય છે. પરંતુ મોઘવારીની તુલનામાં આ ઓછો હોવાનું તેમનું કહેવું છે. તાજેતરમાં જ આ કર્મચારીઓએ નોકરીનો સમય નક્કી કરવા, પગાર વધારવા, કાયમી કરવા સહિતની તેઓની માંગણી સ્વીકારવા અંગે નેશનલ હેલ્થ મિશનના રાજ્યના ડાયરેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં મેડિકલ ઓફિસર અને નર્સ સહિતના સ્ટાફે લેખિતમાં પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Government Hospitals National Health Mission gandhinagar medical officer salary increase ગાંધીનગર નેશનલ હેલ્થ મિશન પગાર વધારો મેડિકલ ઓફિસર Ahmedabad Hospitals
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ