ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શું છે એ સંજીવની! આ કામ કરશો તો શેખ હસીના ફાંસીની સજામાંથી બચી જશે, નવાઈ લાગે એવું છે

National / શું છે એ સંજીવની! આ કામ કરશો તો શેખ હસીના ફાંસીની સજામાંથી બચી જશે, નવાઈ લાગે એવું છે

Published By: Nidhi Panchal

Last Updated: 01:40 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશની રાજનીતિને હચમચાવી નાખનાર ચુકાદો હવે મોટા રાજકીય તૂફાનને જન્મ આપતો દેખાઈ રહ્યો છે. શેખ હસીના, જેઓ ક્યારેક દેશની સૌથી શક્તિશાળી નેતા હતા, હવે જીવનના સૌથી કઠોર સંકટમાં ફસાઈ ગયા છે.

ADVERTISEMENT

બાંગ્લાદેશના પદભ્રષ્ટ PM શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારી છે. ગયા વર્ષે જુલાઈમાં વિદ્યાર્થીઓના વ્યાપક અને હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા અત્યાચાર માટે આ સજા આપવામાં આવી છે. ટ્રિબ્યુનલએ સોમવારે ભારે સુરક્ષા વચ્ચે આ ઐતિહાસિક અને અત્યાર સુધીની સૌથી કઠોર સજા જાહેર કરી હતી. માત્ર હસીના જ નહીં, પણ તે સમયના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલને પણ મોતની સજા અને પોલીસના ભૂતપૂર્વ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને પાંચ વર્ષની કેદની સજા આપવામાં આવી છે. મામુને પોતાનો ગુનો કબૂલી લીધો હોવાથી તે સાક્ષી બન્યો હતો, જ્યારે હસીના અને અસદુઝમાનની સમગ્ર સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ જારી થયો છે.

sheikh-hasina

આ કેસ હસીનાની ગેરહાજરીમાં ચાલ્યો હતો, કારણ કે તેઓ હાલમાં ભારતમાં રહે છે. અસદુઝમાન ક્યાં છે તે હજુ સુધી અજાણ છે, જ્યારે મામુન કસ્ટડીમાં જ છે. આ વચ્ચે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને શેખ હસીના અને અસદુઝમાનને તરત જ પ્રત્યાર્પણ કરવાની સત્તાવાર વિનંતી કરી છે. પરંતુ ભારતે હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિસાદ આપ્યો નથી. આ મૌન આગામી રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે અને હસીનાના ભવિષ્ય પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરે છે.

vtv app promotion

હવે માત્ર બે વિકલ્પો

નિષ્ણાતો કહે છે કે શેખ હસીના પાસે હવે માત્ર બે વિકલ્પો જ બાકી છે. પ્રથમ વિકલ્પ એ છે કે તેઓ તેમની સજા સામે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. પરંતુ ICT ની કલમ 21 મુજબ આ કાર્યવાહી માટે એક મહત્વપૂર્ણ શરત છે—હસીનાએ પહેલા બાંગ્લાદેશની કોઈ કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તેના પછી જ તેઓ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં અરજી કરી શકે છે. અપીલ કરવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો અપીલ થાય તો સુપ્રીમ કોર્ટે 60 દિવસની અંદર ચુકાદો આપવો પડે છે. પરંતુ હસીનાએ આ ચુકાદાને રાજકીય બદલો ગણાવીને પહેલેથી જ નકારી નાખ્યો છે, તેથી તેઓ આત્મસમર્પણ કરશે તેવી શક્યતા અત્યંત ઓછી છે.

આ પણ વાંચો : યુવાનો આનંદો! નોકરીને લઈને કેન્દ્રીય નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન, ઘર ભરાઈ જાય એટલો પગાર

બીજો વિકલ્પ વધુ રાજકીય છે હસીના ભારતમાં જ રહે અને વતન ન ફરે. પરંતુ આ માટે તેમને અનિશ્ચિત સમય સુધી ભારતની મંજૂરી મળવી જરૂરી છે. ભારતે તેમની પ્રત્યાર્પણ વિનંતી પર મૌન જાળવ્યું હોવાથી, સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. જો હસીના શરણાગતિ નહીં આપે તો મૃત્યુદંડ અંતિમ થઈ જશે અને તેમની પાર્ટી અવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે. પરંતુ જો પ્રતિબંધ લાગશે તો તેને પડકારવાની ક્ષમતા પણ હસીના પાસે નહીં રહે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે બાંગ્લાદેશનું રાજકીય ભાવિ, શેખ હસીનાનું ભવિષ્ય અને ભારતનો નિર્ણય—આગામી દિવસોમાં દક્ષિણ એશિયાના રાજકારણને નક્કી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICT Verdict Sheikh Hasina Bangladesh Crisis

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ