ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ISIએ પ્રિન્સિપાલ બનાવીને છુપાવ્યો, આપી AK-47, છતા પણ ન બચી શક્યો પુલવામાનો પાપી

National / ISIએ પ્રિન્સિપાલ બનાવીને છુપાવ્યો, આપી AK-47, છતા પણ ન બચી શક્યો પુલવામાનો પાપી

Published By: Nidhi Panchal

Last Updated: 05:28 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલવામા હુમલાની કરુણ યાદો વચ્ચે હવે તેના મુખ્ય સૂત્રધાર ગણાતા હમઝા બુરહાનના મોતના સમાચાર સામે આવતા ફરી એકવાર સમગ્ર દેશનું ધ્યાન આતંકવાદ તરફ ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારીને ઠાર માર્યો હોવાનું સામે આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે.

ADVERTISEMENT

પુલવામા હુમલાની દુઃખદ યાદ આજે પણ દેશના દરેક નાગરિકના દિલમાં છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા તે આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં 40થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા. હવે આ હુમલાના મુખ્ય સૂત્રધાર માનાતા આતંકવાદી હમઝા બુરહાનના મોતના સમાચાર સામે આવતા ફરી એકવાર પુલવામાની કરુણ ઘટના ચર્ચામાં આવી છે.

2

અજાણ્યા હુમલાખોરોએ કર્યો હતો હુમલો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં અજાણ્યા હુમલાખોરોએ હમઝા બુરહાનને ગોળી મારીને ઠાર માર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ તેને શાળાના આચાર્યના રૂપમાં છુપાવી રાખ્યો હતો અને તેની સુરક્ષા માટે AK-47 થી સજ્જ ગાર્ડ્સ પણ તૈનાત કર્યા હતા.

હમઝા બુરહાનનું સાચું નામ

માહિતી અનુસાર હમઝા બુરહાનનું સાચું નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું. તે “ડોક્ટર” કોડ નામથી પણ ઓળખાતો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાના ખરબતપોરાનો રહેવાસી હમઝા શરૂઆતમાં એક સામાન્ય કાશ્મીરી યુવાન દેખાતો હતો, પરંતુ બાદમાં તે પાકિસ્તાન સ્થિત ખતરનાક આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે જોડાઈ ગયો હતો. ધીમે-ધીમે તેણે સંગઠનમાં મહત્વનું સ્થાન મેળવ્યું અને પછી અલ બદ્રનો કમાન્ડર બની ગયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન

સૂત્રો અનુસાર હમઝા બુરહાન પાકિસ્તાનમાં રહીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરતો હતો. તે યુવાનોને ભડકાવીને આતંકવાદી સંગઠનમાં ભરતી કરાવતો હતો અને સરહદ પાર ઘૂસણખોરીમાં પણ મદદ કરતો હતો. ISIએ તેને POKમાં એક શાળાના આચાર્ય તરીકે રજૂ કર્યો હતો જેથી કોઈને તેના આતંકવાદી ચહેરા અંગે શંકા ન જાય. બહારથી તે એક સામાન્ય શિક્ષક જેવો લાગતો હતો, પરંતુ અંદરખાને આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતો રહ્યો હતો.

pulwama-bank-loot.jpg

હમઝા બુરહાન પર અનેક ગંભીર આરોપો

હમઝા બુરહાન પર અનેક ગંભીર આરોપો હતા. તે 2019ના પુલવામા આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધારોમાંનો એક માનવામાં આવતો હતો. આ હુમલામાં આત્મઘાતી હુમલાખોરે CRPFના કાફલા સાથે વિસ્ફોટકોથી ભરેલી ગાડી અથડાવી દીધી હતી, જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

pulwama-encounter-image.jpg

ગ્રેનેડ હુમલાઓ સાથે પણ જોડાયેલું

હમઝા બુરહાનનું નામ પુલવામામાં મળેલા વિસ્ફોટકો અને CRPF પર થયેલા ગ્રેનેડ હુમલાઓ સાથે પણ જોડાયેલું હતું. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં હતી. કહેવામાં આવે છે કે પાકિસ્તાન તેને ખૂબ મહત્વ આપતું હતું, તેથી તેની સુરક્ષા માટે હંમેશા AK-47થી સજ્જ ગાર્ડ્સ રાખવામાં આવતા હતા.

આ પણ વાંચો : ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર જાહેર કરી એડવાઈઝરી, એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયુ

કડક સુરક્ષ છતાં ગોળી મારીને હત્યા

જોકે, આટલી કડક સુરક્ષા હોવા છતાં POKમાં અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરો કોણ હતા અને હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ તેના મોતના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PoK Terrorist Pulwama Attack Hamza Burhan

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ