ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : રેસ્ટોરન્ટની અંદર પ્રાઈવેટ કેબિનમાં સંબંધ બાંધતા ઝડપાયું કપલ, જુઓ લોકોએ શું કર્યું

નેશનલ / VIDEO : રેસ્ટોરન્ટની અંદર પ્રાઈવેટ કેબિનમાં સંબંધ બાંધતા ઝડપાયું કપલ, જુઓ લોકોએ શું કર્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:02 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ghaziabad Restaurant Couple: દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં "મોરલ પોલીસિંગ" અને "નિજતાના અધિકાર" પર નવી ચર્ચા જગાવી છે.

ADVERTISEMENT

Ghaziabad Restaurant Couple: દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં "મોરલ પોલીસિંગ" અને "નિજતાના અધિકાર" પર નવી ચર્ચા જગાવી છે. મોદીનગરમાં એક રેસ્ટોરન્ટમાં જે બન્યું તે કાયદો અને વ્યવસ્થા અને સામાજિક વ્યવહાર બંને પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ગાઝિયાબાદના મોદીનગરમાં એક રેસ્ટોરન્ટમાં એક યુવક અને એક મહિલા ખાનગી કેબિનમાં અંદર હતા. એક ટોળું ભેગુ થયુ અને કેબિનના દરવાજો ખોલવા ખટખટાવવાનું શરૂ કર્યુ. યુવકે દરવાજો ખોલતાની સાથે બહાર ઉભેલા ટોળાએ તેના પર હુમલો કર્યો.

"અપમાન" કેમેરામાં કેદ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં મહિલા દરવાજો ખુલતાની સાથે વાંધાજનક સ્થિતિમાં બહાર આવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું સન્માન કરવાને બદલે ટોળું તેને બળજબરીથી અંદર મોકલી દીધી. આખી ઘટના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ, જે ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન છે. ટોળાનો ગુસ્સો ત્યાં જ અટક્યો નહીં. મહિલા સાથે આવેલા યુવકને ઘેરી લેવામાં આવ્યો અને થપ્પડ મારી દેવામાં આવી. હુમલાખોરોએ વારંવાર તેનું નામ પૂછતા રહ્યા અને જ્યારે તેણી ખચકાઈ ત્યારે તેને વધુ ત્રાસ આપવામાં આવતો હતો.

vtv app promotion

સોશિયલ મીડિયા પર આક્રોશ

જેમ જેમ આ વીડિયો ઓનલાઈન ફેલાઈ ગયો લોકોએ બે જૂથોમાં પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. મોટાભાગના યુઝર્સે આ ઘટનાને "ગુંડાગીરી" ગણાવી. લોકોએ દલીલ કરી કે જો કંઈક ખોટું થઈ રહ્યું હોય તો પણ પોલીસને બોલાવવી જોઈતી હતી. કોઈ પણ સામાન્ય નાગરિકને કાયદો પોતાના હાથમાં લેવાનો, જાહેરમાં મહિલાના ગૌરવનું અપમાન કરવાનો કે કોઈને માર મારવાનો અધિકાર નથી.

આ પણ વાંચોઃ માતા સાથે ઝગડો થતાં સહેલીના ઘેર ગઈ છોકરી, રાતના 12 રાતે રોડ પર બન્યું ભયાનક, જાણીને કંપી જશો

પોલીસ કાર્યવાહી

આ મામલાની ગંભીરતાને જોતાં મોદીનગર વિસ્તાર સંબંધીત પોલીસએ એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યુ કે આ ઘટના તેમના ધ્યાનમાં આવી છે અને વીડિયોના આધારે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આ કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

restaurant ghaziabad restaurant Couple National

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ