બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકો હવે ગ્રાહકોને જાણ કર્યા વિના FASTag ખાતા બંધ કરી શકશે નહીં, NHAIએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર
Last Updated: 06:53 AM, 31 October 2025
FASTag : હવે બેંકો કોઈપણ ગ્રાહકને અગાઉથી જાણ કર્યા વિના તેનું FASTag એકાઉન્ટ બંધ કે ડિસ્કનેક્ટ કરી શકશે નહીં. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)એ FASTag સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. નવી માર્ગદર્શિકા ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા બહાર પાડવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય FASTag વપરાશકર્તાઓ માટે KYC (Know Your Customer) અથવા KYV (Know Your Vehicle) પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમની સુવિધા વધે.
ADVERTISEMENT
હવે બેંક ગ્રાહકને પહેલાં જાણ કર્યા વિના FASTag બંધ નહીં કરી શકે
જો કોઈ ગ્રાહકને દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલી આવે તો સંબંધિત બેંક ગ્રાહકનો સંપર્ક કરશે અને Know Your Vehicle (KYV) પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. કનેક્શન ડિસ્કનેક્ટ કરતા પહેલાં બેંક ગ્રાહકને પૂરતો સમય અને તક આપશે. ગ્રાહકોને હવે KYC સંબંધિત સમસ્યાઓ, ફરિયાદો અથવા પ્રશ્નો માટે નેશનલ હાઇવે હેલ્પલાઇન નંબર 1033 પર સીધો સંપર્ક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT

KYC માટે પ્રક્રિયા વધુ સરળ
ADVERTISEMENT
નવા નિયમો હેઠળ ગ્રાહકોને હવે KYC પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે. બેંકો SMS રીમાઇન્ડર મોકલીને ગ્રાહકોને સમયસર પ્રક્રિયા પૂરી કરવા માટે સૂચિત કરશે. હવે કાર, જીપ અથવા વાનનો સાઇડ ફોટો અપલોડ કરવાની જરૂર નહીં રહે. ફક્ત નંબર પ્લેટ અને FASTag દેખાય તેવો આગળનો ફોટો અપલોડ કરવો રહેશે. ગ્રાહક દ્વારા વાહન નંબર, ચેસીસ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવાથી વાહનની RC વિગતો આપમેળે જનરેટ થશે. જો એક જ મોબાઇલ નંબર પર એકથી વધુ વાહનો નોંધાયેલા હોય, તો ગ્રાહક પોતાની પસંદગીનું વાહન પસંદ કરી શકે છે.
આ પણ વાંચો : ના IDનું ટેન્શન, ના લાંબી લાઇન, હવે ગણતરીની સેકન્ડોમાં જ ક્લિયર થઇ જશે બોર્ડિંગ પાસ
ADVERTISEMENT
FASTag વારંવાર બદલવાની જરૂર નહીં પડે
નવા નિયમો અનુસાર, સેવા ચાલુ રાખવા માટે પહેલાથી જાહેર કરાયેલ FASTag માન્ય રહેશે, જો સુધી તેની ગુમ થવાની કે દુરુપયોગની કોઈ ફરિયાદ પ્રાપ્ત ન થાય. એટલે હવે દર વર્ષે અથવા વારંવાર FASTag બદલવાની જરૂર નહીં રહે. આ નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય FASTag વપરાશકર્તાઓને વધુ પારદર્શક, સરળ અને સહાયક સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. આ ફેરફારથી હજારો વાહનચાલકોને રાહત મળશે અને હાઇવે પર ટોલ ચૂકવણીની પ્રક્રિયા વધુ સુગમ બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT