બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 15 OTT, 365 GB ડેટા, 1000 + લાઇવ ચેનલ્સ જુઓ આખું વર્ષ, એ પણ ફક્ત ₹2,000 માં!

કામની વાત / 15 OTT, 365 GB ડેટા, 1000 + લાઇવ ચેનલ્સ જુઓ આખું વર્ષ, એ પણ ફક્ત ₹2,000 માં!

Published By: Bijal Vyas

Last Updated: 12:15 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jioએ ₹550 અને ₹2,000ની કિંમતના નવા OTT Pass લોન્ચ કર્યા છે. તેમાં 90GB અને 365GB ડેટા, અનલિમિટેડ 5G તેમજ 15 પ્રીમિયમ OTT પ્લેટફોર્મ્સ અને 1,000થી વધુ લાઇવ ટીવી ચેનલ્સની સુવિધા મળે છે. તેમાં મળતા લાભો અંગેની તમામ વિગતો અહીં આપવામાં આવી છે.

Reliance Jioએ 3 મહિના અને 1 વર્ષની વેલિડિટી ધરાવતા બે નવા પ્લાન ઉમેરીને તેના લોકપ્રિય 'જિયો OTT-પાસ' પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. આ પ્લાન એવા યૂઝર્સ માટે ફાયદાકારક છે જેઓ દર મહિને અલગ-અલગ રિચાર્જ કરાવવાને બદલે OTT કન્ટેન્ટ અને ડેટાનો લાંબા ગાળાનો લાભ લેવાનું પસંદ કરે છે. આ નવા પ્લાનમાં વધુ ડેટા, અનલિમિટેડ 5G અને પ્રીમિયમ મનોરંજનનો સમન્વય મળે છે.

Jio OTT-Pass હવે ત્રણ અલગ-અલગ વેલિડિટી ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં ₹200નો પ્લાન, ₹550નો નવો પ્લાન અને ₹2,000નો નવો પ્લાન સામેલ છે.

₹200 Jio OTT Passમાં શું મળશે?

₹200ના OTT પાસની વેલિડિટી 28 દિવસની છે. તેમાં કુલ 30GB હાઈ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G લાભો મળે છે. આ પ્લાન એવા તમામ Jio યૂઝર્સ માટે ઉપલબ્ધ છે જેમની પાસે એક્ટિવ બેઝ પ્લાન છે. જોકે, માત્ર વોઇસવાળા બેઝ પ્લાન સાથે આ સુવિધા ઉપલબ્ધ નથી.

₹550 OTT Passમાં 84 દિવસની વેલિડિટી

નવા ₹550 OTT પાસ 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે વેલિડિટીના સમયગાળા દરમિયાન કુલ 90GB હાઈ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G ડેટાની સુવિધા આપે છે. આ પ્લાન એવા Jio ગ્રાહકો માટે છે જેમની પાસે 3 મહિના અથવા 1 વર્ષનો એક્ટિવ બેઝ પ્લાન છે. માત્ર વોઈસ-ઓન્લી પેક ધરાવતા ગ્રાહકો આ ઓફરનો ફાયદો મળશે નહીં.

₹2,000 OTT Passમાં 365GB ડેટા

સૌથી લાંબી વેલિડિટી ₹2,000નો નવો OTT પાસ સૌથી લાંબી વેલિડિટી ધરાવે છે અને તેની મુદત 365 દિવસ એટલે કે પૂરા એક વર્ષની છે. તેમાં અનલિમિટેડ 5G એક્સેસની સાથે કુલ 365GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ પ્લાન ફક્ત એવા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે જેમની પાસે પહેલેથી જ એક વર્ષનો સક્રિય બેઝ પ્લાન છે; માત્ર વોઇસ-ઓન્લી બેઝ પ્લાન ધરાવતા યૂઝર્સ આ માટે પાત્ર નથી.

15 પ્રીમિયમ OTT પ્લેટફોર્મનું એક્સેસ

Jio OTT-Passની ખાસિયત માત્ર ડેટા જ નથી. દરેક પાસ દ્વારા 15 પ્રીમિયમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનો એક્સેસ મળે છે. આ ઉપરાંત, યૂઝર્સ JioTV એપ દ્વારા 1,000થી વધુ લાઇવ ટીવી ચેનલો જોઈ શકે છે. મળતી જાણકારી અનુસાર, આ એન્ટરટેનમેન્ટ બેનિફિટ્સની કુલ મૂલ્ય દર મહિને 1,500 રુપિયાથી વધુ છે.

આ પેકેજમાં YouTube Premiumનો પણ સમાવેશ થાય છે, જે તમને ટીવી, ટેબલેટ અને મોબાઇલ ડિવાઇસ પર એડ-ફ્રી વીડિયો જોવાની સુવિધા આપે છે. તેમાં બેકગ્રાઉન્ડ પ્લેબેક અને ઓફલાઇન જોવા માટે વીડિયો ડાઉનલોડ કરવાની ક્ષમતા જેવી સુવિધાઓ પણ મળે છે.

આ ઉપરાંત, તમને JioHotstar Mobile + Hollywood ની સુવિધા મળે છે, જેના દ્વારા તમે લાઇવ સ્પોર્ટ્સ, Hotstar Originals અને હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો તથા કન્ટેન્ટ જોઈ શકો છો.

Amazon Prime નો પણ ફાયદો

Amazon Primeનો ફાયદો પણ OTT પાસમાં સામેલ છે. ₹550 અને ₹2,000 ના પ્લાન્સ Amazon Prime Lite દ્વારા Prime Video ની સુવિધા આપે છે, જ્યારે ₹200 નો પ્લાન Amazon Prime Video Mobile Edition મળે છે.

આ ઉપરાંત, આ પેકેજમાં અન્ય 12 પ્રીમિયમ OTT એપ્સનો પણ સમાવેશ થાય છે. તેમાં SonyLIV, ZEE5, Lionsgate Play, Discovery+, SunNXT, FanCode, Hoichoi, Chaupal, Planet Marathi, Kanccha Lannka, TimesPlay અને Tarang Plus નો સમાવેશ થાય છે. આ બઘાનો ઉપયોગ JioTV દ્વારા કરી શકાય છે.

1,000 થી વધારે લાઇવ ટીવી ચેનલ

OTT કન્ટેન્ટ ઉપરાંત, JioTV 1,000થી વધુ લાઇવ ટીવી ચેનલો પ્રદાન કરે છે. તેમાં Star Plus HD, Colors HD, SET HD, Sun TV HD, Discovery અને Cartoon Network જેવી મુખ્ય ચેનલોનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે યૂઝર્સને એક જ પેકેજમાં લાઇવ ટીવી અને OTT કન્ટેન્ટ બંનેનો ફાયદો મળે છે.

આ પણ વાંચોઃ વરસાદમાં કાર લઇને નીકળતા પહેલા જાણી લેજો આ જરૂરી ટિપ્સ, નહીંતર...!

ક્યારથી મળશે નવો OTT Pass?

Jioના નવા ₹550 અને ₹2,000ના OTT પાસ માટે રિચાર્જની સુવિધા 7 ઓગસ્ટ, 2026ના રોજ ઉપલબ્ધ થઈ. ગ્રાહકો MyJio એપ, Jioની ઓફિશિયલ વેબસાઇટ અને ઓથરાઇઝ રિટેલ આઉટલેટ્સ દ્વારા આ રિચાર્જ કરાવી શકે છે.

એટલે કે Jioના નવા OTT પાસ એવા યૂઝર્સ માટે ખાસ કરીને ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ મોટા પ્રમાણમાં OTT કન્ટેન્ટ જુએ છે અને સાથે જ તેમને મોબાઈલ ડેટાની પણ જરૂર હોય છે. ₹550નો પ્લાન 3 મહિના માટે અને ₹2,000નો પ્લાન આખા વર્ષ માટે OTT કન્ટેન્ટ, 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલો, હાઈ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5Gને એક જ પેકેજ જોડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

15 ott apps apps jio ott jio unlimited plans offer

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ