બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના IDનું ટેન્શન, ના લાંબી લાઇન, હવે ગણતરીની સેકન્ડોમાં જ ક્લિયર થઇ જશે બોર્ડિંગ પાસ

સુવિધા / ના IDનું ટેન્શન, ના લાંબી લાઇન, હવે ગણતરીની સેકન્ડોમાં જ ક્લિયર થઇ જશે બોર્ડિંગ પાસ

Nidhi Panchal

Last Updated: 03:19 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્પના કરો કે હવે તમને એરપોર્ટ પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કે વારંવાર બોર્ડિંગ પાસ અને ઓળખપત્ર બતાવવાની પણ નહીં. હવે તમારો ચહેરો જ બનશે તમારો પ્રવેશ પાસ. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેને જવેર એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, આવી અનોખી ટેકનોલોજી સાથે તૈયાર થઈ રહ્યો છે — જે મુસાફરીને સંપૂર્ણ રીતે પેપરલેસ અને ઝડપી બનાવશે.

નોઈડાના જવેરમાં બનેલો આ એરપોર્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે. આંતરિક ફિનિશિંગનું કામ ધમધમતું ચાલી રહ્યું છે. આ એરપોર્ટ ફક્ત એક ઈમારત નથી, પરંતુ “ડિજિટલ-1” અભિગમ સાથે તૈયાર થઈ રહ્યો છે. તેનો અર્થ એ છે કે મુસાફરોને અહીં સ્માર્ટ, સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. સ્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ એરપોર્ટને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યો છે.

noida-3

કેવી રીતે કામ કરશે "ડિજી યાત્રા"

જો તમે નોઈડા એરપોર્ટ પરથી મુસાફરી કરવા માંગો છો, તો તમારે ફક્ત "ડિજી યાત્રા" એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તેમાં તમારું આધાર કાર્ડ અને ફ્લાઇટ ટિકિટની માહિતી અપલોડ કરવી પડશે. એરપોર્ટ પર પહોંચ્યા પછી તમારો ચહેરો સ્કેન થશે અને તે તમારા તમામ ડેટા સાથે મેચ કરશે. ત્યારબાદ, તમને ક્યાંય ID કે ટિકિટ બતાવવાની જરૂર નહીં રહે.

noida-2

સુરક્ષા ચેકથી લઈને બોર્ડિંગ સુધીની દરેક પ્રક્રિયા ફક્ત ચહેરા ઓળખથી પૂર્ણ થશે. હાલમાં આ સુવિધા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, વારાણસી, રાંચી અને પટના જેવા કેટલાક એરપોર્ટ પર ઉપલબ્ધ છે, પરંતુ નોઈડા એરપોર્ટમાં આ સિસ્ટમ આખા સંચાલનનો મુખ્ય ભાગ બનશે.

vtv app promotion

સંપૂર્ણ સ્માર્ટ સિસ્ટમ ફક્ત મુસાફરો માટે નહીં

નોઈડા એરપોર્ટ ફક્ત મુસાફરો માટે જ નહીં, પણ સમગ્ર ઓપરેશન માટે સ્માર્ટ બનશે. અહીં "સેલ્ફ બેગ ડ્રોપ" અને "સેલ્ફ બોર્ડિંગ ગેટ" જેવી અદ્યતન મશીનો હશે, જેથી મુસાફરોને રાહ જોવી ન પડે. એરપોર્ટમાં 10 એરોબ્રિજ બનાવવામાં આવ્યા છે, જે મુસાફરોને ટર્મિનલથી સીધા વિમાન સુધી લઈ જશે. આથી ભીડ અને અવ્યવસ્થાને દૂર કરવામાં મદદ મળશે. કાર્ગો, લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટ સિસ્ટમ્સ પણ ડિજિટલ રીતે સંચાલિત થશે. આ પહેલ ભારતને એવા દેશોની યાદીમાં ઉમેરશે જ્યાં આખો એરપોર્ટ અનુભવ સંપૂર્ણપણે ડિજિટલ છે.

આ પણ વાંચો : ભારતભરની બેંકોમાં પડી ક્લાર્કની ભરતી, જાણો ગુજરાતમાં કેટલી જગ્યાઓ ભરાશે

સુરક્ષા અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન

એરપોર્ટના ઉદઘાટન પહેલાં સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ખાસ તૈયારી થઈ રહી છે. સમગ્ર પરિસરમાં બે નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તાઓ અને કનેક્ટિવિટીનું કામ પણ અંતિમ તબક્કામાં છે. મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ મળે તે માટે દરેક પગલાં લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jewar Airport Noida International Airport Digi Yatra
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ