બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માત્ર 30 કલાકની ભારત મુલાકાત દરમિયાન શું કરશે? અહીં જાણો તમામ વિગતો
Last Updated: 08:30 AM, 3 December 2025
Putin India Visit : ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થવાના અવસર પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. 2022માં યુક્રેન સામે રશિયાએ વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ પુતિનની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતને બંને દેશો ખૂબ જ મહત્વપૂર્ણ માને છે, કારણ કે આ 23મું ભારત–રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલન છે, જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.
ADVERTISEMENT
જાણો કેવો છે પુતિનનો સમગ્ર શિડ્યુલ ?
પુતિન 4 ડિસેમ્બરના રોજ સાંજે નવી દિલ્હી પહોંચશે. તેમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તેમને આવકારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે આવશે અને 7 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ ડિનર મીટિંગને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીં બે નેતાઓ અનૌપચારિક અને ખુલ્લા હૃદયે ચર્ચા કરી શકશે. પછી બીજા દિવસે 5 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્રણેય સેનાના દળો તેમને સલામી આપશે. આ ઔપચારિક સમારંભ બાદ પુતિન રાજઘાટ તરફ વધશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે 10 વાગ્યા સુધીમાં તેમના રાજઘાટ આગમનની તમામ રીતરિવાજ પૂર્ણ થશે.
ADVERTISEMENT

આ સાથે સવારે 11 વાગ્યે ભારત–રશિયા 23મી સમિટની મુખ્ય બેઠક હૈદરાબાદ હાઉસમાં યોજાશે. અહીં પુતિન અને મોદી રક્ષણ, ઉર્જા, વેપાર, પરમાણુ ઉર્જા, ટેકનોલોજી, અવકાશ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા કરશે. આ બેઠક દરમિયાન કેટલાક મોટા કરારો અને સહયોગના નવા માર્ગ ખૂલવાની શક્યતા છે. બેઠક પછી બંને નેતાઓ સંયુક્ત નિવેદન પણ જાહેર કરશે. મોટા બિઝનેસ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતા સાંજે 4 વાગ્યે ભારત–રશિયા બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બંને દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વેપાર મંડળો સાથે બંને નેતાઓ વાત કરશે. તાજેતરના વર્ષોમાં ભારત–રશિયા વેપારમાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે, તેથી આ મંચને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
દિવસના અંતે 5 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં રાજભવનમાં રાજ્ય ભોજનનું આયોજન કરશે. આ ભોજન સમારંભમાં ભારત–રશિયા મિત્રતા અને ભવિષ્યની ભાગીદારી અંગે સંદેશો આપવામાં આવશે. પુતિન પોતાની લગભગ 30 કલાક લાંબી ભારત મુલાકાત પૂરી કર્યા બાદ મોડી સાંજે ભારત પરથી પ્રસ્થાન કરશે. પુતિનની આ મુલાકાત બંને દેશોની વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.