ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / BHUમાં મોડી રાત્રે સુરક્ષા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો, અનેક લોકો ઇજાગ્રસ્ત
Last Updated: 08:16 AM, 3 December 2025
ADVERTISEMENT
Varanasi BHU Riots : વારાણસી સ્થિત બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં ગઈકાલે મોડી રાત્રે વિદ્યાર્થીઓ અને પ્રોક્ટોરિયલ સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે તનાવ ફાટી નીકળ્યો. થોડા જ સમયમાં પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે સંપૂર્ણ કેમ્પસ યુદ્ધની સ્થિતિમાં આવી ગયો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા થયેલા હળવા બળપ્રયોગથી વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા અને પથ્થરમારો શરૂ કર્યો. સ્થિતિ ઝડપી વણસતી જોઈ વહીવટીતંત્રએ તરત જ પોલીસની મદદ લીધી. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો અને PACના દળોને BHU કેમ્પસમાં બોલાવવા પડ્યા.
ADVERTISEMENT
સૂત્રો મુજબ તણાવ લગભગ ત્રણ કલાક સુધી યથાવત રહ્યો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે વારંવાર અથડામણ થઈ. બંને તરફથી પથ્થરમારો અને શારીરિક ધક્કામુક્કી જોવા મળી. આ ઘટનામાં ડઝનબંધ વિદ્યાર્થીઓ, સુરક્ષા કર્મચારીઓ અને કેટલીક પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી છે. પોલીસના આવતાં સ્થિતીમાં થોડું શાંત થયાં, પરંતુ તણાવ લાંબા સમય સુધી ચાલ્યો.
बीएचयू में देर रात छात्रों और सुरक्षाकर्मियों में झड़प, किसी वाहन से छात्र को धक्का लगने के बाद शुरू हुआ हंगामा#BHU pic.twitter.com/JYn6R6of9S
— Abhishek Tripathi (@Abhi_journo) December 2, 2025
ADVERTISEMENT
આ ઘટનાની શરૂઆત રાજારામ હોસ્ટેલની બહારથી થઈ હોવાનું જણાવવામાં આવે છે. અહીં કેટલાક વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીને માર મારતા હતા તેવા અહેવાલ મળ્યા. જ્યારે પ્રોક્ટોરિયલ ઓફિસની સુરક્ષા ટીમ ત્યાં પહોંચી, તેમણે બેકાબૂ વિદ્યાર્થીઓને કાબૂમાં લીધા અને ફેક્ટોરિયલ બોર્ડ સુધી લઈ ગયા. આ ઘટનાથી વધુ વિદ્યાર્થીઓ ગુસ્સે થઈ ગયાં અને વિરોધ શરૂ કર્યો.

ADVERTISEMENT
બીજી બાજુ એવી માહિતી પણ છે કે, રાજારામ હોસ્ટેલની બહાર એક વિદ્યાર્થીને વાહનએ ટક્કર મારી હતી. જેના કારણે વિદ્યાર્થીઓનો ગુસ્સો વધુ વધ્યો અને તેમણે કુલપતિના નિવાસસ્થાનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. આ દરમિયાન જ પથ્થરમારો શરૂ થયો અને પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ. વિદ્યાર્થીઓનો ગુસ્સો અહીં જ અટક્યો નહીં. એલડી ગેસ્ટ હાઉસ નજીક વિદ્યાર્થીઓએ ડઝનો ફૂલોના કુંડા તોડી પાડ્યા. ઉપરાંત, "કાશી તમિલ સંગમ" માટે લગાવવામાં આવેલી અનેક ખુરશીઓ, બેનરો અને પોસ્ટરોનો પણ નાશ કર્યો. સમગ્ર વિસ્તારમાં તોડફોડનું દૃશ્ય જોવા મળ્યું.
આ પણ વાંચો : હવામાન વિભાગની ઘણા રાજ્યોમાં શીતલહેરની આગાહી, કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા
ADVERTISEMENT
શું કહ્યું પોલીસે ?
ACP ભેલુપુર ગૌરવ કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો અને પરિસ્થિતિ ખરાબ બનતાં પોલીસને બોલાવવામાં આવી. તેમની મુજબ, હાલ કેમ્પસમાં સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈ મોટી સમસ્યા નથી. વિવાદનું મૂળ કારણ શું છે તે અંગે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, આ યુનિવર્સિટીની આંતરિક બાબત છે અને પ્રોક્ટર આ અંગે વિગતવાર માહિતી આપશે. BHU જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી ઘટના બનવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. કેમ્પસમાં ફરી શાંતિ ક્યારે અને કેવી રીતે સ્થિર થશે તે જોવું હવે મહત્વનું બની રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT