બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / national commission men why such plea submits supreme court india

supreme court india / આવું બની જાય તો પરણેલા પુરુષોને રાહત થઈ જાય, પતિઓના આપઘાતથી દુખી સુપ્રીમના વકીલે જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:54 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ત્રીઓની મદદ માટે જેમ રાષ્ટ્રીય મહિલા પંચ છે તેવું પુરુષોની મદદ માટે રાષ્ટ્રીય પુરુષ પંચ પણ બને તે માટે સુપ્રીમના વકીલે કમર કસી છે.

  • પરણેલા પુરુષોની આત્મહત્યા ન જોવાઈ સુપ્રીમના વકીલથી
  • મામલો લઈને પહોંચ્યાં સુપ્રીમમાં
  • કહ્યું, સ્ત્રીઓની જેમ પુરુષ રાષ્ટ્રીય પંચ બનાવો  

માત્ર મહિલાઓ જ નહીં, પરણિત પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે હવે ફરી એકવાર આ મુદ્દો જોરજોરથી ઉઠ્યો છે અને મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે.

પુરુષો માટે રાષ્ટ્રીય પુરુષ આયોગની રચનાની માંગ 
સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ મહેશકુમાર તિવારીએ એક અરજી દાખલ કરી છે, જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જેમ દેશમાં પુરુષો માટે 'પુરુષો માટે રાષ્ટ્રીય આયોગ'ની રચનાની માંગ કરવામાં આવી છે. આનાથી પીડિત પુરુષો, ખાસ કરીને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરુષોને પોતાને માટે ન્યાય મેળવવામાં મદદ મળશે અને આવા પુરુષોની આત્મહત્યાની સંખ્યા ઓછી થશે, એમ અરજીમાં જણાવાયું હતું. અરજદારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેઓ તેમની આ માગણી પર વહેલી તકે વિચારણા કરે અને કેન્દ્ર સરકારને આ પ્રકારનું કમિશન રચવાનો નિર્દેશ આપે.

મહિલાઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું વધારે પ્રમાણ 
તિવારીએ  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ દ્વારા સાબિત કરવાની કોશિશ કરી છે કે પુરુષો પણ ઉત્પીડનનો શિકાર બને છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં મહિલાઓ કરતા વધારે પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ 2021માં દેશભરમાં આત્મહત્યાના 1,64,033 કેસ નોંધાયા હતા, જેમાંથી 1,18,979 કેસ પુરુષો સાથે સંબંધિત હતા અને 45,026 કેસ મહિલાઓની આત્મહત્યા સાથે સંબંધિત હતા.

આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા કુંવારા કરતાં 3 ગણી વધારે 
એડવોકેટ તિવારીએ ડેટા ટાંકીને એવો પણ દાવો કર્યો છે કે દેશમાં આત્મહત્યા કરનારા પરિણીત લોકોની સંખ્યા કુંવારા કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. માહિતી અનુસાર આત્મહત્યા કરનારા 3,1,180 પુરુષોમાંથી 979,81 પરિણીત હતા, જ્યારે બાકીના પુરુષો કુંવારા અથવા વિધુર હતા. તેની સામે આત્મહત્યા કરનારી 063,45 મહિલાઓમાંથી લગ્ન કરનારાની સંખ્યા 026,28 હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ