ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વોટ ચોરીના આરોપ વચ્ચે ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર, હવે મતદારોએ કરવું પડશે આ કામ

નિર્ણય / વોટ ચોરીના આરોપ વચ્ચે ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર, હવે મતદારોએ કરવું પડશે આ કામ

Published By: Jay Bhatt

Last Updated: 06:30 AM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીઓમાં ગડબડની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે અને રાહુલ ગાંધી વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યાં છે, ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓમાં ગડબડી રોકવા માટે હવે મોટો ફેરફાર કર્યો છે.

ADVERTISEMENT

National News: બિહારમાં હાલ ચૂંટણીનો માહોલ છે આ પછી પણ કેટલા રાજ્યોમાં સ્થાનિકથી લઈને વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. એક તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા ચૂંટણીઓમાં થતી ગડબડી રોકવા માટે મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ફેરફારમાં હવે મતદાર ઓળખપત્ર (મતદાર ID) માટે આધાર અને મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. ઓનલાઈન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 'આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર વગર કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.'

હવે મતદારોએ કરવું પડશે આ કામ

ચૂંટણી પંચે વધુમાં કહ્યું હતું કે, 'હવે કોઈપણ મતદાર જે પોતાનું નામ ઉમેરવા, કાઢી નાખવા અથવા સુધારવા માંગે છે તેણે તેમના આધાર નંબર સાથે જોડાયેલા મોબાઈલ નંબર આપવો પડશે.' ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આ નિર્ણય લગભગ એક મહિના પહેલા લેવામાં આવ્યો હતો, અને IT વિભાગ તેને અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. હવે નવી સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે.

vtv app promotion

આ કારણે લેવાયો નિર્ણય

નોંધનીય છે કે, કર્ણાટકમાં મોટી માત્રામાં મતદાર યાદી કાઢી નાખવાના વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો આ નિર્ણય આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, 'કર્ણાટકમાં વ્યવસ્થિત રીતે મતદાર યાદી કાઢી નાખવાની પ્રક્રિયા થઈ રહી છે અને તેની પાછળ ત્રીજી શક્તિનો હાથ છે.'

વધુ વાંચો : દિલ્હીના અત્યંત VIP ગણાતા વિસ્તારમાં ધોળા દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ

રાહુલ ગાંધીએ આરોપને ચૂંટણી પંચે ફગાવ્યો હતો

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આલેન્ડ વિધાનસભા મતવિસ્તારમાંથી 6,018 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યા હતા. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી વી. અંબુકુમારે રાહુલના આ આરોપોને ફગાવી દીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar Card and Mobile Number for voter ID Aadhar Card and Voter ID card Election Commission of India

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ