બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 AM, 25 September 2025
Delhi Robary case : દિલ્હીમાં એક મોટી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લૂંટારાઓએ 500 ગ્રામ સોનું અને 35 કિલો ચાંદીની ચોરી કરી છે. આ ઘટના પ્રગતિ મેદાન નજીક ભારત મંડપમ નજીક બની હતી. આ એક ખુબ જ હાઇ સિક્યોરિટી જોન છે. લૂંટારાઓએ મોટરસાઇકલ પર સવાર હતા અને બંદૂકની અણીએ દાગીના ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. દાગીનાની કિંમત એક કરોડ રૂપિયાથી કરતા પણ વધારે હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
VVIP વિસ્તારમાં બની લૂંટની ઘટના
દિલ્હીમાં એક મોટી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર દિલ્હી પોલીસને તપાસ સામે સવાલો ઉઠાવ્યા છે. આ કોઈ સામાન્ય ઘટના નથી ખુબ જ હાઇસિક્યોરિટી ઝોનમાં હોવા છતા પણ આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. લૂંટારુઓ આશરે એક કરોડ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. અહેવાલો અનુસાર અડધો કિલો સોનું અને 35 કિલો ચાંદીની ચોરી થઈ હતી. પોલીસ હાઇસિક્યોરિટી ઝોન હોવા છતા પણ આવી ઘટના બની તે ખુબ જ ચોંકાવનારી બાબત છે.
ADVERTISEMENT
હાઇ સિક્યોરિટી ઝોનમાં લૂંટ
પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ ખુબ જ વીઆઇપી ગણાતા વિસ્તાર ભારત મંડપમ નજીક બની હતી. જ્યાં સતત પોલીસ પહેરો રહેતો હોય છે. કારણ કે આ ઘટના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં બની છે. લૂંટારાઓએ પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સામે જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં લૂંટારૂઓએ વેપારીને આંતર્યો લૂંટ્યો અને ભરચક ટ્રાફીક ધરાવતા વિસ્તારમાંથી ફરાર પણ થઇ ગયા હતા. તેમ છતા પણ પોલીસને આ વસ્તુંની ભનક પણ લાગી નહોતી. સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ ઘટના રાત્રે નહી પરંતુ ધોળા દિવસે બની હતી.
ADVERTISEMENT
ચાંદની ચોકમાં બની લૂંટની ઘટના
ADVERTISEMENT
આ ઘટના બુધવારે બપોરે બની હોવાનું જાણવા મળ્યું છે. શિવમ કુમાર યાદવ અને તેનો મિત્ર રાઘવ ચાંદની ચોકથી ભોગલ જઈ રહ્યા હતા. તેઓ મોટા પ્રમાણમાં દાગીના લઈને પસાર થઇ રહ્યા હતા. તેઓ હોન્ડા એક્ટિવા સ્કૂટર પર બેસીને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક ભૈરો મંદિર રોડ પર અપાચે મોટરસાયકલ પર આવેલા લૂંટારૂઓએ તેમને આંતરી લીધા હતા. તેમને બંદુક દેખાડીને એક્ટિવાને રોકી હતી. થેલો આપી દેવા માટે જણાવ્યું હતું. જો કે આનાકાની કરતા તેઓએ ધક્કો મારીને થેલો છીનવી લીધો હતો.
500 ગ્રામ સોનું, 35 કિલો ચાંદીની લૂંટથી ગભરાટ ફેલાયો
ADVERTISEMENT
લૂંટારુઓએ બંદૂકની અણીએ આશરે 500 ગ્રામ સોનું અને આશરે 35 કિલો ચાંદીવાળી બેગ છીનવી લીધી હતી. બેગ છીનવીને તેઓ ભાગી ગયા હતા. દાગીનાની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં, તિલક માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવ્યા હતા. પોલીસે ભોગ બનનારા બંન્ને લોકોની પુછપરછ પણ કરી હતી. ત્યાર બાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના આધારે તપાસ આદરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.