ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એરપોર્ટ જેવી સુવિધા હવે કાલુપુર રેલવે સ્ટેશન પર, બહાર નીકળતા જ પેસેન્જર્સને મળશે આ સુવિધા

વિકાસયાત્રા / એરપોર્ટ જેવી સુવિધા હવે કાલુપુર રેલવે સ્ટેશન પર, બહાર નીકળતા જ પેસેન્જર્સને મળશે આ સુવિધા

Published By: Jaydeep Shah

Last Updated: 01:00 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને કેબ કંપનીની સર્વિસ મળી રહેતા મુસાફરોને રિક્ષાચાલકોના ત્રાસમાંથી છૂટકારો મળ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થવા જઇ રહી છે. જેમાં રૂ. 17 હજાર કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ નવી સુવિધાઓમાંની એક રાઇડ સર્વિસ છે, જે મુસાફરોને પ્લેટફોર્મ પરથી બહાર નીકળતાં જ તરત જ ઉપલબ્ધ થાય છે. આ સુવિધાને કારણે મુસાફરોને હવે ટ્રાન્સપોર્ટેશન માટે લાંબી રાહ જોવી પડતી નથી.

આ નવી સુવિધા હેઠળ મુસાફરો પ્લેટફોર્મ પરથી બહાર નીકળતાંની સાથે જ બાઇક, ઓટો અને કેબ જેવી સર્વિસ મેળવી શકે છે. કાલુપુર રેલવે સ્ટેશન દેશનું પહેલું એવું સ્ટેશન છે. જ્યાં મુસાફરોને આ પ્રકારની તાત્કાલિક રાઇડ સર્વિસ મળે છે. પશ્ચિમ રેલવેએ આ માટે કેબ કંપનીઓ સાથે કરાર પણ કર્યા છે. જેથી મુસાફરોને સરળતાથી અને સુરક્ષિત રીતે વાહન મળી રહે.

આ પણ વાંચોઃ Video: રંગમાં પડ્યો ભંગ, વડોદરામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે સાપે એન્ટ્રી મારતા અફરાતફરી

આ રાઇડ સર્વિસ શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળી છે. અગાઉ મુસાફરો રેલવે સ્ટેશનની બહાર નીકળતાં જ રિક્ષાચાલકો દ્વારા ઘેરી લેવાતા હતા અને ઘણીવાર ઊંચું ભાડું વસૂલીને છેતરાતા હતા. હવે કેબ કંપનીની સર્વિસ મળવાથી મુસાફરોને રિક્ષાચાલકોના ત્રાસમાંથી મુક્તિ મળી છે અને તેઓ વાજબી ભાવે પોતાની મંઝિલ સુધી પહોંચી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalupur railway station news Kalupur railway station Ahmedabad railway station

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ