બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Video: રંગમાં પડ્યો ભંગ, વડોદરામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે સાપે એન્ટ્રી મારતા અફરાતફરી
Last Updated: 10:36 AM, 24 September 2025
Snake on Navratri Ground: નવરાત્રિના પાવન પર્વ પર ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબા રમીને માતાજીની આરાધના કરતા જોવા મળે છે. ઢોલ-નગારા અને ખેલૈયાઓની ઉલ્લાસભરી રમઝટ વચ્ચે આનંદના માહોલમાં ક્યારેક અચાનક જ કોઈ અણધારી ઘટના બની જાય તો? ગરબા રમતા ખેલૈયાના રંગમાં ભંગ પડી જાય. આવું જ બન્યું વડોદરાના સેવાસી વિસ્તારમાં.
ADVERTISEMENT
રંગમાં પડ્યો ભંગ, વડોદરામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે સાપે એન્ટ્રી મારતા અફરાતફરી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2025
(વડોદરામાં ગરબાનું ગ્રાઉન્ડ બન્યું ભયનું મેદાન. સેવાસીમાં શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડમાં ઝેરી સાપ નીકળતા ખેલૈયાઓ અને પ્રેક્ષકોમાં ભયનો માહોલ જામી ગયો. જોકે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરાતા… pic.twitter.com/5HVNdFvzuS
ADVERTISEMENT
અહીં શિશુ સાંસ્કૃતિક ગરબા દરમિયાન અચાનક એક સાપ નીકળતાં ખેલૈયાઓમાં અને ગરબા જોવા આવેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી માહિતી મુજબ, સેવાસીના શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડમાં મંગળવારની રાતે જ્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે અચાનક ગરબા ગ્રાઉન્ડ પર એક ઝેરી સાપ દેખાયો. અચાનક જ સાપ દેખાતા ખેલૈયાઓ અને પ્રેક્ષકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો.

ADVERTISEMENT
આ પણ વાંચો: CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, અનાજ વિતરણથી લઇને.., જાણો કયા મુદ્દાઓ ચર્ચાશે
ADVERTISEMENT
ગરબાના મેદાન પર અચાનક જ સાપ દેખાયા પછી થોડીવાર માટે ગરબા અટકાવી દેવામાં આવ્યા અને તાત્કાલિક સાપનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ગરબાના મેદાન પર અચાનક જ સાપ જોવા મળ્યો. સાપને જોતાની સાથે જ નજીકમાં ગરબા રમી રહેલી યુવતીઓ ડરી જાય છે અને ગરબા રમતા અટકી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.