ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બંધ થઈ જશે! જાણો UIDAIના નિયમો

photo-story

5 ફોટો ગેલેરી

કામની માહિતી / તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બંધ થઈ જશે! જાણો UIDAIના નિયમો

Last Updated: 09:18 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો જ નહીં પરંતુ અનેક સરકારી યોજનાઓ અને સેવાઓ મેળવવા માટે પણ ફરજિયાત દસ્તાવેજ છે.

1/5

photoStories-logo

1. તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બંધ થઈ જશે! જાણો UIDAIના નિયમો

આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો જ નહીં પરંતુ અનેક સરકારી યોજનાઓ અને સેવાઓ મેળવવા માટે પણ ફરજિયાત દસ્તાવેજ છે. મોટા લોકોની જેમ બાળકો માટે પણ તેનો મહત્ત્વ સમાન છે. પરંતુ ઘણા લોકો એક મહત્વની અપડેટ પ્રક્રિયા પર ધ્યાન દેતા નથી. જે આગળ જતાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા સત્તાવાર UIDAI વેબસાઈટ પર જઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માહિતી બદલવા માટે સેન્ટર પર જાતે જવું ફરજિયાત

જો તમે ઓનલાઈન અપડેટ કરાવવા ઈચ્છો છો તો uidai.gov.in પર "Update Aadhaar" વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો સુધારી શકો છો. કેટલીક વિગતો જેવી કે મોબાઇલ નંબર અથવા બાયોમેટ્રિક માહિતી બદલવા માટે સેન્ટર પર જાતે જવું ફરજિયાત છે. અપડેટ પ્રક્રિયામાં આધાર નંબર, ઓળખ પુરાવા અને સરનામાનો પુરાવો આપવો જરૂરી રહેશે. સુધારો પૂર્ણ થયા પછી તમે UIDAI પોર્ટલ પર સ્ટેટસ ચેક કરીને નવી માહિતીની પુષ્ટિ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કઈ ઉંમરે અપડેટ કરવું પડે ?

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાના નિયમ અનુસાર, જો બાળકનો આધાર 5 વર્ષની ઉંમર પહેલાં બનાવાયો હોય, તો તે 5 વર્ષનો થયા બાદ ફોટો અને બાયોમેટ્રિક વિગતો ફરજિયાત અપડેટ કરાવવી પડે છે. ત્યાર બાદ બાળક 15 વર્ષનો થયા પર ફરી એક વાર આ જ પ્રક્રિયા કરવી આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અપડેટ ન કરવાથી શું થાય ?

જો આ નિર્ધારિત સમયગાળામાં આધાર અપડેટ નહીં કરાય, તો બાળકનો આધાર કાર્ડ તાત્કાલિક નિષ્ક્રિય (inactive) કરી દેવામાં આવી શકે છે. એટલે કે, તે સુધાર્યા વિના કોઈ પણ આધાર આધારિત સેવા અથવા યોજના માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કેવી રીતે અપડેટ કરવું ?

આ પ્રક્રિયા સરળ છે. માતા-પિતા બાળકને નજીકના આધાર સેવા કેન્દ્ર પર લઈને જાય, જ્યાં તેની નવી બાયોમેટ્રિક વિગતો, નવો ફોટો અને જરૂરી માહિતી સિસ્ટમમાં નોંધવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સેવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AadhaarCardUpdate AadhaarCard UIDAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ