બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:43 PM, 11 September 2025
કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ આ રાહ પૂરી થવાની છે. સરકારએ જણાવ્યું છે કે તે આઠમા સેન્ટ્રલ પે કમિશન અંગે રાજ્યો સાથે સક્રિય ચર્ચા કરી રહી છે.
ADVERTISEMENT
ટૂંક સમયમાં આ પંચની રચના અંગે જાહેરાત થવાની શક્યતા છે. એક રિપોર્ટ મુજબ, ગયા મહિને સરકારી કર્મચારીઓના નેશનલ ફેડરેશન (GENC)ના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી .
કેન્દ્રીય રાજ્યમંત્રી સાથે શું વાતચીત થઈ?
ADVERTISEMENT
આ પ્રતિનિધિમંડળ ભારતીય મજૂર સંઘ (BMS) સાથે જોડાયેલા ઉદ્યોગ સંઘોનું મુખ્ય સંગઠન છે. આ બેઠક દરમિયાન તેમણે 8મા પગાર પંચની અમલવારીમાં કેમ મોડું થઈ રહ્યું છે સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.
જણાવી દઈએ કે આઠમા પગાર પંચની જાહેરાત આ વર્ષના જાન્યુઆરીમાં થઈ હતી પરંતુ ત્યાર બાદ તેમાં ખાસ અપડેટ આવ્યું નથી. કર્મચારી ખાસ કરીને પંચના મુખ્ય સભ્યોની નિમણૂક અને “ટર્મ્સ ઓફ રેફરન્સ” (ToR)ની આખરી રૂપરેખાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ
મંત્રી સાથેની બેઠકમાં પ્રતિનિધિમંડળે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા. તેમાં 8મા પગાર પંચ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને બંધ કરવી અને જૂની પેન્શન યોજના (OPS) પુનઃલાગુ કરવી, કોવિડ-19 દરમિયાન સ્થગિત કરાયેલા 18 મહિનાના DAની બાકી ચૂકવણી જારી કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ADVERTISEMENT
જલ્દી બનશે સેન્ટ્રલ પે કમિશન
રિપોર્ટ મુજબ, કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે ખાતરી આપી કે આઠમો સેન્ટ્રલ પે કમિશન ટૂંક સમયમાં રચવામાં આવશે. તેમણે પ્રતિનિધિમંડળને વિશ્વાસ અપાવ્યો કે પંચની જાહેરાત વહેલી તકે થશે અને તરત જ પેન્શન સચિવ સાથે બેઠક યોજી OPS પુનઃસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT

બેઠકમાં સહાનુભૂતિના આધારે ભરતી વધારવા, કર્મચારીઓના કેડરની સમીક્ષા કરવા અને નિયમિત JCM બેઠકો સુનિશ્ચિત કરવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. કેટલીક માંગણીઓને વિચારણા માટે નોંધવામાં આવી. પ્રતિનિધિમંડળે સરકારી કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી મુખ્ય માંગણીઓનો સમાવેશ કરતું વિગતવાર મેમોરેન્ડમ પણ સોંપ્યું.
ADVERTISEMENT
કેમ મહત્વનો છે 8મો પગાર પંચ?
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવક દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી થાય છે. છેલ્લે 7મો પગાર પંચ લાગુ થયો હતો. હવે 8મા પગાર પંચથી કર્મચારીઓને બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં મોટો લાભ મળશે એવી અપેક્ષા છે.
8મા પગાર પંચમાં આ ભથ્થા નહીં મળે
ચર્ચા સામે આવી રહી છે કે આઠમા પગાર પંચમાં ટ્રાવેલ એલાઉન્સ, સ્પેશિયલ ડ્યુટી એલાઉન્સ, નાના સ્તરના પ્રાદેશિક ભથ્થા અને કેટલાક વિભાગીય ભથ્થા જેમ કે જૂના સમયથી ચાલતા ટાઈપિંગ/ક્લેરિકલ એલાઉન્સ ખતમ કરી શકાય છે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સરકારનો હેતુ આ વખતે પણ પગાર માળખું “તાર્કિક અને સરળ” બનાવવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.