બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હાશ... અંતે બધું થાળે પડ્યું! નેપાળમાં હિંસા બાદ હવે એરપોર્ટ ખુલવા લાગ્યા, 120થી વધુ ભારતીયોએ ઉડાન ભરી

નેપાળ વિરોધ / હાશ... અંતે બધું થાળે પડ્યું! નેપાળમાં હિંસા બાદ હવે એરપોર્ટ ખુલવા લાગ્યા, 120થી વધુ ભારતીયોએ ઉડાન ભરી

Published By: Vidhata Gothi

Last Updated: 08:47 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Protest: હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે બંધ કરાયેલું કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલી દેવામાં આવ્યું છે. હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. હવે હવાઈ સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

નેપાળમાં GenZનું વિરોધ પ્રદર્શન હિંસક પ્રદર્શનમાં ફેરવાઇ ગયા બાદ કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઇન્ડિગો અને એર ઇન્ડિયાની બધી ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કાઠમંડુ એરપોર્ટ પરથી વિમાનનું સંચાલન ફરીથી શરૂ થઈ ગયું છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સને વધારાની ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે જેથી નેપાળમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત રીતે પરત ફરી શકે. બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે આવતીકાલથી નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ થશે અને એરલાઇન્સને ભાડા વાજબી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નેપાળમાં તાજેતરની અશાંત પરિસ્થિતિ વચ્ચે, કાઠમંડુ એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ ભારતીયોને પરત લાવવા માટે ફ્લાઇટ્સ ચલાવવાની તૈયારી કરી રહી છે. બુધવારે, એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 123 ભારતીય મુસાફરો સાથે દિલ્હી માટે રવાના થઈ હતી. આ સાથે, નેપાળથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.

નેપાળના એરપોર્ટ ફરી ખુલ્યા

કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અસ્થાયી રીતે બંધ કર્યા પછી હવે ફરીથી એરપોર્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા નેપાળ એરલાઇન્સની ફ્લાઇટે ઉડાન ભરી, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ સૌથી પહેલા લેન્ડ થઈ. હિમાલયન એરલાઇન્સ પણ ટૂંક સમયમાં તેની સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જલ્દી જ સામાન્ય શેડ્યૂલ પણ લાગુ થઈ જશે.

ફ્લાઇટ્સ ફરી શરૂ

નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે બધી સ્થગિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું છે કે હવાઈ મુસાફરી કરતા મુસાફરો તેમની સંબંધિત એરલાઇન કંપનીઓનો સંપર્ક કરે. મુસાફરી દરમિયાન તમારી સાથે સત્તાવાર એરલાઇન ટિકિટ અને ઓળખ દસ્તાવેજો રાખો.

vtv app promotion

કર્ફ્યુ લંબાવવામાં આવ્યો

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ હજુ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ, પરંતુ શુક્રવાર સુધી કર્ફ્યુ લંબાવી દેવામાં આવ્યો છે. નેપાળ સેનાએ કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લામાં નવો કર્ફ્યુ અને પ્રતિબંધાત્મક આદેશો લાગૂ કર્યા છે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી જરૂરી કામ માટે મર્યાદિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. સાંજે 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. હાલમાં, નેપાળમાં નવી હિંસાના કોઈ સમાચાર નથી, પરંતુ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 30 સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો: પીએમ મોદી આજે વારાણસીમાં, કરશે મોરેશિયસના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો

ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ નેપાળની સરકારે 3 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આના વિરોધમાં યુવાનોનું વિરોધ પ્રદર્શન એટલું હિંસક બની ગયું કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. યુવાનોએ સરકાર પડી દીધી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું. નેપાળના રસ્તાઓ સળગવા લાગ્યા. સંસદ ભવનને આગ ચાંપી દેવામાં આવી. દરમિયાન જ્યારે પ્રદર્શનકારીઓએ એરપોર્ટ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, તો વહીવટીતંત્રે એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ આંશિક રીતે સ્થગિત કરી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India-Indigo Flights Kathmandu Airport Nepal Protest

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ