બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 100થી વધારે લોકોએ કરી ઇચ્છામૃત્યુની માંગ, માંગી PM પાસે પરવાનગી, નીકળ્યું અમદાવાદ કનેક્શન

ચોંકાવનારું / 100થી વધારે લોકોએ કરી ઇચ્છામૃત્યુની માંગ, માંગી PM પાસે પરવાનગી, નીકળ્યું અમદાવાદ કનેક્શન

Priykant Shrimali

Last Updated: 10:48 AM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100 Villagers Letter to PM : ગામલોકોનો વડાપ્રધાનને પત્ર, "અહીં નરક જેવી હાલત છે... અમને આત્મહત્યાની પરવાનગી આપો"... જાણો શું છે સમગ્ર મામલો ?

100 Villagers Letter to PM : મહારાષ્ટ્રના થાણે નજીકના નાયગાંવ, ચિંચોટી અને વસઈ વિસ્તારના 100થી વધુ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અત્યંત ચિંતાજનક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાનું જીવન આત્મહત્યાથી પૂરૂં કરવા માંગે છે અને તે માટે વડાપ્રધાનની પરવાનગી માંગે છે. કારણ છે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (NH-48)ની ગંભીર હાલત જેને લઈ તેઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે.

એક કલાકનો રસ્તો હવે 5 કલાકનો ?

ગામલોકોનું કહેવું છે કે, અગાઉ જે મુસાફરી એક કલાકમાં થતી હતી હવે તેને પૂરી કરવા માટે 5-6 કલાકથી વધુ સમય લાગતો થયો છે. ઘોડબંદર રોડ અને ચિંચોટી નાકા નજીકના વિસ્તારોમાં ટ્રાફિકનો કટોકટીભર્યો માહોલ છે. કોઈને તાત્કાલિક હોસ્પિટલ જવું હોય તો પણ હવે ત્રણ કલાકથી ઓછા સમયમાં પહોંચવું અશક્ય છે. બાળકોના પેપર ચૂકી ગયા છે, લોકોની ફ્લાઈટો રહી ગઈ છે, આ તમામ વસ્તુઓ લોકોને તણાવમાં મુકી રહી છે.

આવું જીવવું એ કરતાં મરી જવું સારું: સૂશાંત પટેલ, એક્ટિવિસ્ટ

પ્રદર્શનનું નેતૃત્વ કરનાર એક સ્થાનિક NGOના કાર્યકર સુશાંત પટેલે જણાવ્યું કે, અમારું જીવું હવે નરક સમાન છે. જો કોઇ પગલું નહીં લેવાય તો લોકો આત્મહત્યાનો વિચાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ‘આમ જીવીને શું લાભ? આપણા પ્રશ્નો કોઈ સાંભળતુ નથી, તો મરી જવું સારું’.

ગાડીઓનો ધસારો અને દયનિય રોડની હાલત

NH-48 પર સતત ભારે વાહનોની અવરજવર અને રસ્તાની જર્જરિત હાલત લોકો માટે એક ભયાનક દુઃખદ બની ગઈ છે. રસ્તામાં રહેલા ખાડાઓ, અયોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્યારેય પુરું ન થતું મરામત કાર્ય, લોકોના રોજિંદા જીવનમાં ભારે તકલીફ ઉભી કરી રહ્યાં છે.

અમારું દુઃખ સાંભળો

વડાપ્રધાનને લખાયેલા પત્રમાં લોકોને એવી આશા છે કે, કેન્દ્ર સરકાર કદાચ તેમનો અવાજ સાંભળશે. પત્રમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે, સ્થાનિક પોલીસ કમિશ્નરેટ દ્વારા જે નિર્દેશો અપાયા હતા, જેમ કે 11થી 14 ઑક્ટોબર સુધી ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ તે પણ અમલમાં નથી મૂકવામાં આવ્યા. પરિણામે બધા વાહનો NH-48 પર આવ્યા અને સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

આ પણ વાંચો : ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, કારણ ચોંકાવનારું

તાત્કાલિક પગલાં લેવા માંગ

ગામલોકોનું કહેવું છે કે, તેઓ વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, લેખિતમાં ફરિયાદો કરી છે, છતાં કોઇ જવાબ મળતો નથી. તેઓ માત્ર એટલું માંગે છે કે, તેમના દૈનિક જીવનને મુશ્કેલ બનાવતી પરિસ્થિતિઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લે અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra 100 Villagers Letter to PM Mumbai-Ahmedabad National Highway
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ