બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada canal water farmer problem
Divyesh
Last Updated: 02:16 PM, 27 January 2020
ADVERTISEMENT
બનાસકાંઠામાં કેનાલમાં ફરી ગાબડું પડ્યું હતું. જેમાં વાવના જોડિયા ગોલમાલે માઇનોર કેનાલમાં ગાબડુ પડતાં હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. જેના કારણે 10 એક ર જમીનમાં ઘઉંના પાકને મોટા નુકસાનની ભીતિ જોવા મળી છે.
ખેડૂતોના આક્ષેપ છે કે કોન્ટ્રાકટરની બેદરાકરી અને નબળી બાંધકામના કારણે કેનાલમાં ગાબડા પડે છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઇ યોગ્ય પગલા લેતું નથી.
સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હતું. નાની મજેઠીથી કામલપુર ગામ તરફ જતી કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે. આગલા દિવસે કામલપુર ગામ તરફ જતી નર્મદાની માયનોર કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કેનાલની હલકી ગુણવત્તાની કામગીરી સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
કેનાલમાં ગાબડાંનો સિલસિલો યથાવત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.