બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / narendra modi stadium ipl 2021 match
Last Updated: 03:25 PM, 26 April 2021
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. દરરોજ નોંધાઇ રહેલા નવા કેસ અને મૃત્યુઆંક ચિંતાજનક સ્તરે છે ત્યારે આ કોરોના સંક્રમણ વચ્ચે આજથી અમદાવાદમાં IPL મેચ યોજાવા જઈ રહી છે.
ગુજરાત સરકારની બેધારી નીતિ
ADVERTISEMENT
મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ અને કલકત્તાની ટીમ વચ્ચે આજે ટી-20 મેચ રમાશે. તમામ મનોરંજન ઉપર પ્રતિબંધ છતા ક્રિકેટને મંજૂરી આપવામાં આવતા સરકારના વલણને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.
રાત્રિ કર્ફ્યૂ છતાં ક્રિકેટરોના 500 લોકોને આવન-જાવનની મંજૂરી
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ બંન્ને ટીમના સ્ટાફ અને બ્રોડકાસ્ટને ખાસ મંજૂરી આપવામાં આવી છે. તો કર્ફ્યૂ છતાં 500થી વધુ સભ્યોને કાફલો આવન-જાવન કરી શકશે. સાથે જ બંન્ને ટિમના સભ્યોને પણ આવવા જવાની ખાસ મંજૂરી અપાઇ છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
દેશમાં ગત 24 કલાકમાં નોંધાયા 3 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાના કહેરના કારણે રોજ નવો રેકોર્ડ નોધાય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુસાર રવિવારે એક દિવસમાં કોરોનાનો રેકોર્ડ 3, 54, 531 નવા મામલા મળ્યા છે. આ કોઈ દેશમાં એક દિવસમાં મળનારા વિશ્વના સૌથી વધારે કેસ છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2806 લોકોના મોત થયા છે. આ સંખ્યા દેશમાં એક દિવસમાં મરનારાની સૌથી વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT