બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / narendra modi cabinet reshuffle possible picture read list probable bjp minister

રાજકારણ / મોદી કેબિનેટમાં ફેરફાર થાય તો ગુજરાતના આ દિગ્ગજોના પત્તાં કપાવવાનો ભય, ગોયલ અથવા પ્રધાનને પણ સંગઠનમાં મોકલાય તેવી ચર્ચા

Malay

Last Updated: 09:18 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણને લઈને અટકળો તેજ બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ મોદી કેબિનેટમાં વિસ્તરણ થઈ શકે છે. નવા મંત્રીઓ શપથ લઈ શકે છે.

  • મોદી કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો તેજ બની
  • કેબિનેટની સંભવિત તસવીર અને નામોને લઈને પણ ચર્ચા 
  • અગાઉ વર્ષ 2021માં મોદી કેબિનેટમાં થયો હતો ફેરબદલ 

મોદી કેબિનેટમાં ફેરબદલની નવી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને 29 જૂનના રોજ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી નડ્ડાની વચ્ચે યોજાયેલી 4 કલાકની બેઠક બાદથી કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો તેજ બની છે. અગાઉ વર્ષ 2021માં મોદી કેબિનેટમાં ફેરબદલ થયો હતો. તે સમયે 43 મંત્રીઓએ શપથ લીધા હતા. PM મોદીના નિવાસ સ્થાને યોજાયેલી બેઠક બાદ રાજકીય વર્તુળોમાં કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ મોદી કેબિનેટમાં વિસ્તરણ થઈ શકે છે. નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. મોદી કેબિનેટની સંભવિત તસવીર અને નામોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારના એંધાણ, 3 જુલાઈએ PM મોદીએ બોલાવી કેબિનેટની  બેઠક, અનેક મુદ્દે ચર્ચા I Prime Minister Narendra Modi to chair meeting of  Council of Ministers ...
ફાઈલ ફોટો 

કોને-કોને અપાશે ફરીથી તક?
કોની વિકેટ પડશે અને કોને એન્ટ્રી થશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. ગઈ વખતે રવિશંકર પ્રસાદ, હર્ષ વર્ધન અને પ્રકાશ જાવડેકર જેવા મંત્રીઓે હટાવવામાં આવ્યા હતા. જ્યારે અનુરાગ ઠાકુર, કિરણ રિજ્જુ અને પુરુષોત્તમ રૂપાલાનું પ્રમોશન થયું હતું. આવા સંજોગોમાં આ વખતે કોને પડતા મુકી દેવામાં આવશે અને કોને ફરીથી તક અપાશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ચાલો એક-એક કરીને જાણીએ.... 

ગઈ વખતના વિસ્તરણમાં ગુજરાત-ઉત્તર પ્રદેશ પર અપાયું હતું ખાસ ધ્યાન
મોદી કેબિનેટ વિસ્તરણના ઘટનાક્રમ પર નજર કરીએ તો તેમાં એક વસ્તુ સ્પષ્ટ છે. વિસ્તરણ પછી જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાંના નેતાઓને પ્રાધાન્ય મળે છે, જ્યારે જે રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે તે રાજ્યોના મંત્રીઓના પત્તા કપાય છે. ગત વખતના વિસ્તરણમાં ગુજરાત-ઉત્તર પ્રદેશ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં આ સંભવિત ફેરબદલમાં ગુજરાત ક્વોટાના કેટલાક મંત્રીઓને હટાવવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી છે.

BHIM UPIથી ટ્રાન્ઝેક્શન કરનાર લોકોના આવી ગયા સારા દિવસ, મોદી કેબિનેટે લીધો  મોટો નિર્ણય I modi cabinet dessioson on digital transactions bhim upi
ફાઈલ ફોટો 

આ નેતાઓની ખુરશી ખતરામાં
જો ગુજરાત ક્વોટાના મંત્રીઓને પડતા મુકાવામાં આવે છે તો મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દર્શનાબેન જરદોશની ખુરશી પર વધારે જોખમ છે. મનસુખ માંડવીયા પાસે આરોગ્ય, પુરુષોત્તમ રૂપાલા પાસે પશુપાલન અને ડેરી અને દર્શનાબેન જરદોશ પાસે રેલવે (રાજ્યમંત્રી) વિભાગ છે. મોદી કેબિનેટમાં છેલ્લા 9 વર્ષમાં 2 સ્વાસ્થ્ય મંત્રીઓને હટાવવામાં આવી ચૂક્યા છે.

સી.આર પાટીલની થઈ શકે છે એન્ટ્રી 
ગુજરાતમાંથી મોદી કેબિનેટમાં સી.આર પાટીલને સામેલ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી બમ્પર જીતમાં સી.આર પાટીલે મોટી ભૂમિકા ભજવી હતી. 2020માં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારીના સાંસદ સી.આર પાટીલને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી હતી.

ગોયલ-પ્રધાનને સંગઠનમાં મોકલવાની ચર્ચા
મોદી કેબિનેટમાંથી પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ હટાવવામાં આવી શકે છે. આ બંનેને સંગઠનમાં મોકલવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પીયૂષ ગોયલ પાસે ખાદ્ય અને પુરવઠાની જવાબદારી છે અને ધર્મેન્દ્ર  પ્રધાન પાસે શિક્ષણ વિભાગની જવાબદારી છે. જો પીયૂષ ગોયલને કેબિનેટમાંથી હટાવવામાં આવે છે તો તેમને રાજસ્થાન બીજેપીની કમાન મળી શકે છે. પીયૂષ ગોયલ છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત રાજસ્થાનની મુલાકાત લઈ ચૂક્યા છે. રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ પાસે મુખ્યાલયનો હવાલો પણ છે.

ઈતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારમાં આવી કેબિનેટ, જાણો કેટલું ભણેલા છે PM  મોદીના 'સ્પેશ્યલ 43' | NEW CABINET OF PM MODI
ફાઈલ ફોટો

પ્રધાનને બનાવવામાં આવી શકે છે UPના પ્રભારી
બીજી બાજુ ધર્મેન્દ્ર પ્રધાનને કેબિનેટમાંથી હટાવવામાં આવે તો તેમને યુપી ભાજપના પ્રભારી બનાવવામાં આવી શકે છે. યુપીના પ્રભારી હાલ રાધા મોહન સિંહ છે. ધર્મેન્દ્ર પ્રધાન 2022ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી હતા. 2019ની ચૂંટણી પહેલા જે.પી નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તે સમયે જે.પી નડ્ડાને કેબિનેટમાંથી હટાવીને યુપીની કમાન સોંપવામાં આવી હતી. 2019ની ચૂંટણીઓ પછી તેમને સંગઠનમાં પ્રમોશન આપવામાં આવ્યું અને પહેલા કાર્યકારી અને પછી પૂર્ણકાલીન અધ્યક્ષ બન્યા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ