બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Narayana Murthy gifts four-month-old grandson shares worth Rs 240 crore in Infosys

નસીબવાળો / ભારતમાં 4 મહિનાનો આ છોકરો બન્યો કરોડપતિ, દાદાએ આપ્યાં 240 કરોડના શેર

Hiralal

Last Updated: 05:48 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફોસિસના ફાઉન્ડર કે.નારાયણમૂર્તિએ તેમના ચાર મહિનાના પ્રપૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને 240 કરોડના શેર ભેટમાં આપ્યાં છે.

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિએ ફરી વાર ચર્ચામાં આવ્યાં છે આ વખતે તેમના અઠવાડિયાના 70 કલાકના મંત્ર માટે પરંતુ પોતાના ચાર મહિનાના પ્રપૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને ₹240 કરોડથી વધુના શેર ભેટમાં આપ્યા છે. એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો થયો છે કે એકાગ્રહ ઈન્ફોસિસના 15,00,000 શેરની માલિકી ધરાવે છે. એકાગ્રહનો જન્મ નવેમ્બર 2023માં રોહિત મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનને ત્યાં થયો હતો. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિને રોહન મૂર્તિ અને અક્ષતા મૂર્તિ એમ બે સંતાનો છે.  અક્ષતા મૂર્તિ અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની છે. 

મહાભારતમાં અર્જુન પરથી રાખ્યું પુત્રનું નામ 
એકાગ્રહનું નામ મહાભારતમાં અર્જુનના પાત્રથી પ્રેરિત હોવાનું જાણવા મળ્યું હતું. સંસ્કૃત શબ્દ 'એકાગ્રહ'નો અર્થ થાય છે અવિરત એકાગ્રતા અને નિશ્ચય.

34,728 કરોડના માલિક છે નારાયણ મૂર્તિ 
34,728 કરોડના માલિક અને દેશની બીજી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ખૂબ સાદાઈથી જીવન વીતાવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરના ટોઈલેટ જાતે જ સાફ કરે છે તેનું કારણ પણ પોતે જણાવ્યું છે. ટોઈલેટ સાફ કરવાનું કામ કરનાર લોકો પણ આપણી જેવા છે જેવું દેખાડવા માટે તેઓ જાતે ટોઈલેટ સાફ કરે છે અને પોતાના બાળકોને પણ શીખવાડ્યું છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું કે હું મારાં બાળકોને હળવેથી અને પ્રેમથી સમજાવીશ કે બીજા લોકોને માન આપવાનું આ સારું કામ છે(ટોઈલેટ સાફ કરવાનું) આપણા સમાજમાં શૌચાલય સાફ કરતા લોકોને હલકી નજરે જોવામાં આવે છે પરંતુ તેઓ પણ આપણા જેવા જ માણસો છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે મારાં બાળકો બહુ જિજ્ઞાસુ છે. તેઓ નિરીક્ષણ કરે છે અને તેઓ ઘણું બધું પૂછવા માગે છે.  હું તેમને કહીશ કે જુઓ, આપણાથી ઓછું કોઈ નથી. બન્યું એવું છે કે ભગવામે અમને ખૂબ સારા હાલતમાં મૂક્યાં છે પરંતુ આપણે બીજાની પણ કદર કરવી જોઈએ. મારા બન્ને બાળકો ખૂબ જ સમજદાર છે. મૂર્તિએ રાજકારણમાં જોડાવાની કોઈ પણ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કારણ કે તેઓ હવે ખુબ ઘરડા થયા છે. મને લાગે છે કે આમાંની કોઈ પણ બાબતમાં હું બહુ જ વૃદ્ધ છું. હું હવે 78 વર્ષનો છું. પોતાની યોજનાઓ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરવા માગે છે તે ઉપરાંત સંગીતનો આનંદ માણવાની અને ભૌતિકશાસ્ત્રથી લઈને અર્થશાસ્ત્ર સુધીના વિવિધ વિષયો પર વાંચવાની પણ યોજના ધરાવે છે.

અઝીમ પ્રેમજીએ નોકરી ન આપી એટલે બનાવી દીધી ઈન્ફોસિસ 
નારાયણ મૂર્તિએ ખુલાસો કર્યો છે કે આઇટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીને કારણે ઈન્ફોસિસ અસ્તિત્વમાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે નોકરી શોધતી વખતે તેમણે વિપ્રોમાં અરજી કરી હતી પરંતુ અઝીમ પ્રેમજીની કંપનીએ નારાયણ મૂર્તિની નોકરીની અરજી નકારી કાઢી હતી. વિપ્રોમાં નોકરી ન મળતાં નારાયણ મૂર્તિ નિરાશ નહોતા થયા અને તેમણે પત્ની સુધા પાસેથી 10,000ની લોન લઈને ઈન્ફોસિસનું બીજ રોપ્યું હતું અને સમયે તેમને સાથ આપ્યો અને જોતજોતામા ઈન્ફોસિસ દેશની ટોપ-3 આઈટી કંપનીમાં સામેલ થઈ ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ