બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Naman Luthra of India and Shahleen Javed of Pakistan got married after love

અનોખો પ્રેમ / પાકિસ્તાની શહલીનને દિલ દઇ બેઠો ભારતનો નમન, 7 વર્ષ બાદ આ રીતે થયા લગ્ન

Kishor

Last Updated: 04:03 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના નમન લુથરા અને પાકિસ્તાનની શહલીન જાવેદની વચ્ચે પ્રેમ થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મનીને કારણે નમન અને શહલીનને એક થવામાં અનેક અડચણો પણ આવી હતી. જોકે લાંબા સમયની રાહ બાદ બને એક થયા છે.

  • ભારતના એક યુવકને પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થયો 
  • 7 વર્ષના લાંબી રાહ બાદ બને એક થયા.
  • ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મનીને કારણે નમન અને શહલીનને એક થવામાં આવી અનેક અડચણો

કહેવાય છે કે પ્રેમને કોઇ સરહદ હોતી નથી, આ વાતને સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં ભારતના એક યુવકને પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. ભારતના નમન લુથરા અને પાકિસ્તાનની શહલીન જાવેદની પ્રેમ કહાનીએ ભારે ચર્ચા જગાવી છે. 7 વર્ષ પહેલા બંનેની મુલાકાત થઇ હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મનીને કારણે નમન અને શહલીનને એક થવામાં અનેક અડચણો પણ આવી, જો કે બંનેનો પ્રેમ સાચો હોવાથી 7 વર્ષ સુધી રાહ જોયા બાદ આજે બંને એક થઇ ગયા છે. ફિલ્મો જેવી લાગતી આ પ્રેમ કહાની વિશે નમનના માતા-પિતાએ જ જાહેર કર્યો  અને તેમાંથી કેટલાક રોચક કિસ્સાઓ પણ જણાવ્યા છે. 

પંજાબના બટાલામાં રહેતો નમન વર્ષ 2015માં પોતાના સંબંધીઓને મળવા માટે પાકિસ્તાનના લાહોરમાં ગયો હતો. આ પ્રવાસ દરમિયાન જ તેની મુલાકાત ત્યાં રહેતી શહલીન સાથે થઇહતી. બંનેને એકબીજાને જોતા જ દિલ દઇ બેઠ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયાની મદદથી બંને વધુ નજીક આવ્યા અને વાત સગાઇ સુધી પહોંચી ગઇ. 2016માં બંનેની સગાઇ પણ થઇ ગઇ. આ સગાઇનું ફંક્શન પાકિસ્તાનમાં જ રાખવામાં આવ્યું હતું.


પ્રેમ આગળ પરિવારજનો પણ ઝૂકી ગયા

ત્યારબાદ પહેલીવાર શહલીન 2018માં ભારત આવી હતી. શહલીને નમનના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી. વાતચીત અને એકબીજાનો સ્વભાવ મળી જતાં પ્રેમ આગળ પરિવારજનો પણ ઝૂકી ગયા અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ. જો કે નમન અને શહલીન જાણતા હતા કે બંનેનું ઝડપથી એક થવું સરળ નહીં હોય. તમને જણાવી દઇએ કે શહલીન એક ઇસાઇ ધર્મની યુવતી છે અને નમન હિન્દુ. ભારત-પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે બંનેના લગ્નમાં અનેક અડચણો પણ આવી હતી.

કંઇપણ થાય હું નમન સાથે જ લગ્ન કરીશ અને ભારતમાં જ રહીશ

 અધૂરામાં પૂરું 2020માં તો કોરોના મહામારી પણ ફેલાઇ અને લગ્ન પાછા ઠેલાયા, ત્યારબાદ 2021 અને 2022માં શહલીનના પરિવારજનોએ ભારતના વિઝા માટે અરજી કરી જે નકારી દેવામાં આવી હતી. શહલીન અને નમનની સાથે તેમના પરિવારજનો પણ નારાજ થયા જો કે સોશિયલ મીડિયા પર બંને કોન્ટેક્ટમાં રહ્યાં હતા અંતે તેમની આતૂરતાનો અંત આવ્યો અને 2023માં માર્ચમાં શહલીનના પરિવારમાંથી ત્રણ લોકોના વિઝા મંજૂર થયા અને તેઓ એપ્રિલમાં ભારત આવ્યા હતા. આ અંગે શહલીને જણાવ્યું કે મેં મનમાં વિચારી જ લીધું હતું કે કંઇપણ થાય હું નમન સાથે જ લગ્ન કરીશ અને ભારતમાં જ રહીશ. 

પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવા માટે પરિવારજનો કેમ થયા રાજી 

અનોખી પ્રેમ કહાની વિશે નમનની માતાએ જણાવ્યું કે જ્યારે પુત્રએ પાકિસ્તાની યુવતી સાથે લગ્નની વાત કરી તો થોડો સમય અમે બધા અચરજમાં મૂકાઇ ગયા હતા. શરૂઆતમાં નમનના પિતા આ વાતથી રાજી ન હતા. પરંતુ નમનનો પ્રેમ જોઇને અમે રાજી થઇ ગયા. તો સામા પક્ષે શહલીનના માતા-પિતા પણ શરૂઆતમાં આ લગ્ન માટે રાજી ન હતા, પરંતુ દીકરીની જીદ આગળ નતમસ્તક થઇ ગયા. ભારતમાં શહલીન અને નમનના લગ્નની વિધિ પાંચ દિવસ સુધી ચાલી હતી. ત્યારે આ પ્રેમ કહાનીથી લોકોનું કહેવું છે કે સાચો પ્રેમ હોય તો ગમે તેટલી મુશ્કેલી આવે પણ એક થતાં કોઇ રોકી શકતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ