નાગપુરમાં રહેતા 28 વર્ષીય યુવકને એક હોટેલમાં ગર્લફ્રેન્ડ સાથે અફેર ચાલી રહ્યું હતું ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
બંને ફેસબુક પર મળ્યા હતા
3 વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં હતા
હાર્ટએટેકના કારણે મૃત્યુનું તારણ કાઢવામાં આવ્યું
સબંધ બનાવતા મળ્યું મોત
મહારાષ્ટ્રના નાગપુરના એક 28 વર્ષીય યુવકને એક હોટલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે સબંધ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું. મૃતકની ઓળખ અજય પારટેકી તરીકે થઈ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં નર્સ તરીકે કામ કરતી 23 વર્ષીય ગર્લફ્રેન્ડ અને અજયે રવિવારે સાંજે સૌનેરના એક હોટેલમાં મળવાનો પ્લાન બનાવ્યો હતો.
બંને નજીકની હોટેલમાં ગયા હતા
જાણકારી અનુસાર, ઘટનાના દિવસે સાંજે લગભગ 4 વાગ્યે બંને હોટેલ પહોંચ્યા હતા. લગભગ અડધા કલાક બાદ મહિલાએ લોજના સંચાલકોને અજયની બેભાન થવાની જાણ કરી હતી. જે બાદ અજયને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મહિલાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે અજય તેની સાથે પ્રેમ સંબંધ રાખતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો.
બંનેની મુલાકાત ફેસબુકમાં થઇ હતી
જણાવવામાં આવી રહ્યું છે કે અજય અને મહિલાની મુલાકાત ફેસબુક પર થઈ હતી અને તે બંને ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બંનેને ઘરે પણ આ સંબંધની જાણ હતી અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વ્યવસાયે ડ્રાઈવર અને વેલ્ડીંગ ટેક્નિશિયન તરીકે કામ કરતા અજય છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો અને તેમને તાવ આવ્યો હતો.
શરીર પર કોઈ નિશાન જોવા નહોતા મળ્યા
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અજયના શરીર પર કોઇ ઇજાના નિશાન નથી. જો કે, અગાઉ તેણે પોકેટ વાયેગ્રાની ગોળીઓ મેળવી લીધી હોવાની માહિતી મળી હતી. અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અજય તેના ઓવરડોઝથી મરી શકે છે. પરંતુ પોલીસે તેનો ઇનકાર કર્યો છે.
પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી મોતનું અસલી કારણ જાણવા મળશે
સાવનેર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ પાટીલે જણાવ્યું હતું કે તેમને રૂમમાંથી કે અજયની નજીક કોઇ રેપર કે દવાનું પેકેટ મળ્યું નથી. તેણે કોઈ દવા લીધી હોવાના કોઈ પુરાવા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધી ગઈ હતી. ત્યારબાદ અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અજયના લોહીના નમૂના રાસાયણિક પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.