બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Nag came out on the day of Nagpanchami, know what people did?
ADVERTISEMENT
આજે શ્રાવણ માસ વદ પંચમીના દિવસે હિન્દુઓનું પવિત્ર તહેવાર નાગપંચમી છે. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં નાગપંચમીનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ બાબતની અનેકો ધાર્મિક કથાઓ પૌરાણિક અને વૈદિક શાસ્ત્રોમાં પ્રચલિત છે. નાગએ સનાતન ભારતીય સંસ્કૃતિનું એક વિશેષ અંગ છે. આ દિવસે નાગદર્શનનું અનેરું મહાત્મય છે. જેને લઈને મોરબીના નેકનામ ગામમાં નીકળેલા નાગના દર્શનને લોકો શુભ માણી રહયા છે. જેને બાદમાં તેમણે નાગની પૂજા અર્ચના વિધિ પણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
તહેવારોની આવે છે કે આખી શ્રેણી
ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજનનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના વદ પંચમીથી હિન્દુઓની એક પવિત્ર તહેવાર શ્રેણીનું આરંભ થયું ગણાય છે. જેના આગળના 3 દિવસોમાં શ્રવણ વદ છઠ એટલે કે રાંધણ છઠ, શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ અને શ્રાવણ આઠમ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારો આવતા હોય છે. આ દિવસોમાં અમુક જગ્યાએ લોકમેળાઓનું આયોજન પણ થતું હોય છે જો કે હાલમાં કોરોના મહામારીનું સંકટ ચાલી રહ્યું હોવાથી આ વખતે તે માટેની રજમંદી સરકાર દ્વારા મળે તેની સંભાવનાઓ ઓછી જ છે.
શું છે નાગપંચમીનું મહત્વ ?
ADVERTISEMENT
મુખ્યત્વે એવું માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ખૂબ જ વરસાદ પડે છે જેના લીધે જમીનની અંદર દરમાં રહેતા જીવો જેવા કે સંપ વેગેરે બહાર આવી જે છે. જેથી કરીને ઘણીવાર મનુષ્યની સંસર્ગમાં આવતા તેઓ મનુષ્યોને દંશ આપે છે જેનાથી લોકો મૃત્યુ પામતા હોય છે. આ ઘટનાક્રમને નિવારવા માટે પૌરાણિક સમયથી એવું માનવામાં આવે છે કે નાગની પૂજા કરવાથી તેઓ મનુષ્યોને દંશ દેતા નથી. આ દિવસે નાગની પૂજા શુભ માનવામાં આવે છે કેમ કે તેને શક્તિ અને સૂર્યનો અવતાર માનવામાં આવે છે.
અમુક લોકો કરે છે સરસ્વતીની પૂજા
ADVERTISEMENT
આ દિવસે અમુક જાતકો દેવી સરસ્વતીની પૂજા પણ કરતાં હોય છે. કેમ કે એવું પણ માનવામાં આવે છે કે સાંપોમાં બૌદ્ધિક બળ હોય છે. ઘરમાં લોકો સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખતા હોય છે. આ દિવસે ઉત્તર ભારતમાં લોકો પ્રાતઃકાળમાં ઘરની આગળ અથવા પૂજા સ્થાને ગાયના છાણમાંથી નગદેવતાની મૂર્તિ તૈયાર કરતાં હોય છે. પછી તેની દૂધ, દુબ, કુશ, અક્ષત, ચંદન અને ફૂલો વગેરેથી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં અને બંગાળમાં આ ખૂબ જ મોટો તહેવાર માનવામાં આવે છે. કેરળમાં શેષનાગની અને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અસમમાં લોકો શંકર ભગવાનનું માનસ સંતાન એવી દેવી મનસાની પૂજા અર્ચના કરતાં હોય છે. જેને નાગોની માતા માનવામાં આવે છે. જો કે vtv આવા કોઈ ધારણાને સમર્થન આપતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.