બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nadiads Hathaj village students made a shocking revelation regarding Tazia in Garba in school.

નડિયાદ / હાથજ ગામે શાળામાં ગરબાના નામે તાજિયા મામલે વિદ્યાર્થીઓએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 04:03 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદના હાથજ ગામે શાળામાં તાજીયા ન રમવા પર શિક્ષિકાઑએ બાળકોને નાપાસ કરવા સહીતની ધમકી આપી હોવાનું વિધાર્થીઑએ જણાવતા ચકચાર મચી જવા પામી છે.

  • નડિયાદના હાથજ ગામે શાળામાં તાજીયા મામલે વિદ્યાર્થીઓનો ઘટસ્ફોટ
  • વિદ્યાર્થીઓને પોલીસમાં ફોટો આપવાની આપી હતી ધમકી 
  • તાજીયા ન રમવા પર નાપાસ કરવાની ધમકી :  વિદ્યાર્થી

નવરાત્રી પર્વને લઇને નડિયાદના હાથજ ગામે આવેલી પે સેન્ટર શાળામાં ગરબા યોજાયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઑને ગરબા રમવા બોલાવ્યા બાદ 5 મિનિટ ગરબા કરાવી તાજીયા રમાંડ્યાં હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઑએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.


શિક્ષિકાઓએ નાપાસ કરવાની આપી હતી ધમકી : વિદ્યાર્થી
નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદના હાથજ ગામે શાળાના બાળકોને ગરબાના નામે તાજિયા રમાડવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે શાળાના વિદ્યાર્થીઑએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓના પોલીસમાં ફોટો આપવાની ધમકી આપી નાછૂટકે તાજિયા રમાંડ્યાં હતા. એટલું જ નહિ  ગરબા રમતી વેળાએ શાળાની શિક્ષિકાઓએ તાજીયાના ગીતો શરૂ કર્યા હતા ત્યારબાદ શિક્ષિકાઓએ મુસ્લિમ વિદ્યાર્થીઓને તાજીયા કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં  અન્ય વિદ્યાર્થીઓ જો તાજીયા નહીં રમે તો પરીક્ષામાં નાપાસ કરવા સુધીની પણ ધમકી આપી હોવાનું વિદ્યાથીઑએ જણાવતા હાહાકાર મચી ગયો છે.

 
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ
બીજી બાજુ આ ઘટનાનો વીડિયો સામે આવતા હિંદુ સેના અને વાલીઑમાં પણ આક્રોશનો જ્વાળા ભભૂક્યો હતો. આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.  વધુમાં વિધર્મી શિક્ષિકાઓ અને જવાબદાર પ્રિન્સિપાલ હિંદુ બાળકોને મૂળ ધર્મથી દૂર કરી રહ્યા હોવાના પણ હિન્દુ સેનાએ ધગધગતા આરોપ લગાવ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ 4 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ