બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nadiad's check return case; Naib Mamlatdar G C Baria sentenced to one year, ordered to pay double amount
Last Updated: 02:52 PM, 12 October 2022
ADVERTISEMENT
રાજ્યમાં ચેક રિટર્નને લઈ ઘણીબધી ઘટના સામે આવી રહી છે થોડા દિવસ પહેલા ગાંધીનગરનો ચેક રિટર્નનો કેસ સામે આવ્યો હતો તો વળી આજે ખેડામાં કેસ રિટર્નનો કેસ સામે આવ્યો છે. નડિયાદના નાયબ મામલતદારને ડાકોર કોર્ટે સજા ફટકારી છે. ચેક રિટર્ન કેસમાં જી સી બારિયાને એક વર્ષની ડાકોર કોર્ટે સજા ફટકારી છે.
શું છે સમગ્ર ચેક રિટર્નનનો કેસ?
ADVERTISEMENT
નડિયાદના નાયબ મામલતદાર જી સી બારીયા જે તે સમયે ઠાસરાના મામલતદાર હતા તે સમય મકાન બનાવવા માટે મિત્ર પાસેથી રૂપિયા 3.50 લાખ ઉછીના લીધા હતા. ફરિયાદી મિત્ર ઉછીના આપેલા પૈસા માટે અવાર-નવાર પૈસાની માગણી કરી હતી પરંતુ જી સી બારિયા આપી શક્યો નહી અને તેના બદલામાં ફરિયાદી મિત્રને બેંકનો ચેક આપવામાં આવ્યો હતો. ફરિયાદી મિત્રને કેસ નાણાના બદલે બેંકનો ચેક આપવામાં આવ્યો હતો તે ચેક બેંકમાં ભરવામાં આવતા ચેક રિટર્ન થયો હતો. ચેક રિટર્નને લઈ જી સી બારિયા વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો
ચેક રિટર્ન કેસમાં સજા ફટકારાઈ
ADVERTISEMENT
જી સી બારીયાનો ચેક રિટર્ન થતા મિત્ર ન્યાય માટે કોર્ટના શરણે પહોંચ્યો હતો. જે સમગ્ર બાબતે ડાકોર કોર્ટે તમામ પુરાવાના આધારે જી સી બારીયાને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ ફરિયાદીને ડબલ રકમ ચૂકવવા જી સી બારીયાને કોર્ટે આદેશ પણ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.