બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / "મારું દિલ-દિમાગ કહી રહ્યું છે કે, ભારત જ વર્લ્ડ કપ જીતશે", ફાઈનલ પહેલા ડી-વિલિયર્સનું પ્રિડીક્શન
Last Updated: 03:29 AM, 8 March 2026
આજે ભારત અને ન્યુઝીલેન્ડ 2026 વર્લ્ડ કપના ફાઇનલમાં ટકરાવવા માટે તૈયાર છે. બંને ટીમો રવિવાર 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. આ સંદર્ભમાં સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સે આ મેચ પહેલા પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શેર કર્યો છે. ડી વિલિયર્સે સ્પષ્ટપણે ભારતને આ ઐતિહાસિક મેચ જીતવા માટે ફેવરિટ તરીકે ગણાવ્યું છે.
ADVERTISEMENT
ડી વિલિયર્સ માને છે કે તેમના વર્તમાન ફોર્મ અને ડોમેસ્ટિકની સ્થિતિને જોતાં ટીમ ઇન્ડિયા પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગોલ્ડન ચાન્સ છે. ન્યુઝીલેન્ડ વિશે બોલતા તેને કહ્યું કે, ભારત જેવી મજબૂત ટીમ સામે જીતવાની તેમની પાસે ખૂબ જ ઓછી શક્યતા છે. તેમની યુટ્યુબ ચેનલ પર કિવીઝના મોકા વિષે ચર્ચા કરતા તેમને કહ્યું કે, "સાચું કહું તો ન્યુઝીલેન્ડ પાસે જીતવાની માત્ર 10 થી 20 ટકા શક્યતા છે. ભારતને હરાવવા માટે તેઓએ તેમના લાઈફનું બેસ્ટ ક્રિકેટ રમવું પડશે." તેને વધુમાં ઉમેર્યું કે જો ભારત આ મેચ હારી જાય તો તે તેમના માટે એક મોટો અપસેટ કે "monumental choke" હશે જે અસંભવિત છે. આ ચર્ચા દરમિયાન તેના સાથી પ્લેયર ડેલ સ્ટેને પણ સ્વીકાર્યું કે, તેનું દિલ ન્યુઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે પરંતુ તેનું મન ભારતને ચેમ્પિયન તરીકે જુએ છે.

ADVERTISEMENT
ડી વિલિયર્સે જસપ્રીત બુમરાહને ભારતીય ટીમની તાકાત પાછળનું સૌથી મોટું હથિયાર ગણાવ્યું. તેને બુમરાહની બોલિંગ અને દબાણનો સામનો કરવાની તેની માનસિક શક્તિની પ્રશંસા કરીને માત્ર એક સામાન્ય બોલર જ નહીં પરંતુ "મશીન" ગણાવ્યો હતો. બુમરાહ વિશે બોલતા ડી વિલિયર્સે કહ્યું કે, "બુમરાહ રમતના દરેક ક્ષણને ખૂબ સારી રીતે જુએ છે. તે જાણ છે કે ટીમને અમુક પરિસ્થિતિમાં શું જોઈએ છે અને તે તેની સ્કિલની સંપૂર્ણ ઉપયોગ કરે છે." ડી વિલિયર્સના મતે બુમરાહનો આત્મવિશ્વાસ અને યોર્કર ફેંકવાની તેની ક્ષમતાએ ભારતને બીજી કોઈપણ ટીમ કરતા ઘણા આગળ ધપાવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાની આગાહી શેર કરતા ડી વિલિયર્સે સ્પષ્ટ કર્યું કે, તે ટીમ ઈન્ડિયાની સાથે છે. ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ પર કહ્યું કે, "મારું મન અને દિલ બધું જ ભારતની જીત તરફ ઈશારો કરી રહ્યું છે." જોકે તેને ન્યુઝીલેન્ડને એક ટેક્ટીકલી રીતે ચતુર ટીમ તરીકે ગણાવી છે. જે પરિસ્થિતિઓ અનુસાર તેની યોજનાઓને અનુરૂપ બનાવવામાં માહિર છે. પરંતુ ડી વિલિયર્સ માને છે કે, રવિવારની મોટી મેચમાં ભારતની તાકાત એટલી બધી છે કે ન્યુઝીલેન્ડને જીતવા માટે ચમત્કારની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.