બ્રેકિંગ ન્યુઝ
VTV / Muslim youth caught having fun with girl in oyo hotel by hindu organization
Hiralal
Last Updated: 04:02 PM, 15 April 2024
આજકાલ OYO હોટેલ અય્યાશઈના અડ્ડા બનતી જાય છે. મોટા તો ઠીક પરંતુ હવે સગીર છોકરા-છોકરીઓ પણ ઓયો હોટલમાંથી પકડાતાં હોય છે. તાજેતરમાં ઓયો હોટલમાંથી સગીર હિંદુ છોકરી મુસ્લિમ છોકરા સાથે ઝડપાઈ હતી જે પછી હોટલમાં મોટો હોબાળો મચ્યો હતો.
ADVERTISEMENT
#Badaun- A M… man caught having fun with a minor Hindu girl in Hotel Gra*d OYO.
— SK Chakraborty (@sanjoychakra) April 12, 2024
Hindu Activists have saved her from entering a fridge or a suitcase and becoming statistics.
From @bhagwakrantee pic.twitter.com/jABMkYlET3
ADVERTISEMENT
હિંદુવાદી સંગઠનોએ ઝડપ્યો કેસ
યુપીના બદાયુમાં સતત બીજા દિવસે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પોલીસને જાણ કરી આવો કેસ પકડી પાડ્યો હતો. હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે હિન્દુ કિશોરવયની યુવતીઓને મુસ્લિમ યુવકો દ્વારા હોટલોમાં લઈ જઈને છેતરપિંડી અને શોષણ કરવામાં આવે છે. ગુરુવારે પોલીસે હોટલ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી એક હિન્દુ સગીર છોકરી અને મુસ્લિમ યુવક શારીરિક સંબંધો બાંધતા ઝડપાયાં હતા. પોલીસે હોટલને સીલ મારી દીધી છે.
ઓયો હોટલમાં શું બન્યું હતું?
હિન્દુ જાગરણ મંચના પદાધિકારીઓ નીતિન કામથાના અને જોગપાલ સિંહને માહિતી મળી હતી કે કેટલીક હિન્દુ કિશોરીઓને શાહબાઝપુરની હોટલ ગ્રાન્ડમાં લઈ જવામાં આવી છે. જેને લઈને સંગઠનના કાર્યકરો એકઠા થઈને શાહબાઝપુરની હોટલમાં પહોંચી ગયા હતા. જ્યાંથી તેમણે શહેર કોતવાલી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ શહેર કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હોટલને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને અંદરથી પ્રેમી યુગલને પકડી પાડ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ યુવતી સગીર અને હિંદુ છે. જ્યારે પકડાયેલો છોકરો મુસ્લિમ છે. પોલીસે હોટલ ગ્રાન્ડને સીલ કરી દીધી છે. પોલીસ આવે તે પહેલાં જ હોટલ સંચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસની ટીમ તેમની શોધમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.