ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / mathura youths enjoy full night with girls in hotel room now girls leaked video and blackmailed for money
ADVERTISEMENT
મથુરામાં ત્રણ યુવાનોએ હોટલની રુમમાં 3 યુવતીઓ સાથે રંગરેલિયા મનાવવા ખૂબ ભારે પડ્યાં અને જિંદગીમાં ફરી વાર આવું નહીં કરે તેવી એક ચોંકાવનારી ઘટના બની છે. મથુરાના સરાફા બજારના યુવકોએ ત્રણ યુવતીઓને હોટલમાં બોલાવી હતી અને પછી તેમની સાથે આખી રાત રંગરેલિયા મનાવ્યાં હતા, પરંતુ બે દિવસ બાદ યુવાનોનો બરાબર હિસાબ લેવાયો હતો. આ યુવાનોના મોબાઈલમાં યુવતીઓ સાથે તેમણે મનાવેલા રંગરેલિયાનો વીડિયો આવ્યો ત્યારે તેમને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો આંચકો લાગ્યો.
ADVERTISEMENT
OYO होटल में हिंदू लड़की के साथ मुस्लिम युवक को रंगरलिया मनाते हिंदू संगठन के लोगों ने पकड़ा, वायरल हो रहा वीडियो#viralvideo #Hindu #OYO pic.twitter.com/u4vSvxRnVx
— ASAL NEWS (@asal_asalnews69) April 13, 2024
ADVERTISEMENT
બહાર પડતો અટકાવવા માગ્યા 30 લાખ
હકીકતમાં યુવતીએ એટલી ચાલાક નીકળી કે તેમણે યુવાનો સાથે રંગરેલિયા મનાવવાતો વીડિયો શુટ કરી લીધો હતો અને પછી તેમના મોબાઈલમાં મોકલી આપીને 30 લાખ આપવાનું દબાણ કર્યું અને ન આપવા પર વાયરલ કરીને બદનામની ધમકી આપતાં યુવાનોની હાલત બારે વહાણ ડૂબ્યાં જેવી થઈ હતી.
3000માં બોલાવી હતી 3 છોકરીઓને
પીડિત યુવાનોએ પોલીસમાં ફરિયાદ લખાવી છે. તેમણે પોલીસને કહ્યું કે અમે 24 માર્ચના રોજ હોટલ ઇડિયાન પેલેસના રૂમ નંબર 409માં 9000 હજાર રુપિયામાં 3 છોકરીઓ બોલાવી હતી. યુપીઆઈ દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરાયુ હતું. યુવતીઓ યુવાનોના રૂમમાં પહોંચી ગઈ હતી અને ક્યાંક કેમેરો ફિટ કરી દીધો હતો. જ્યારે તેઓ હોટલના રૂમમાં પહોંચ્યા તો સમજૂતીના કારણે તેઓ રૂમમાં સાથે જ રહ્યા. આ દરમિયાન યુવતીઓએ સમગ્ર ઘટનાને વીડિયોમાં કેદ કરી લીધી હતી. 27 માર્ચના રોજ મહિલાઓએ હોટલના રૂમના અશ્લીલ વીડિયો મોબાઈલમાં પોસ્ટ કરીને 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો 30 લાખ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી.
ADVERTISEMENT
50 હજાર આપ્યાં પણ ન માની
ઘટનાની માહિતી મળતા જ એક યુવાનની તબિયત બગડી હતી અને તેણે ફરીદાબાદની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. મહિલાઓને 28 અને 29 માર્ચે મળવા બોલાવી હતી અને સમાધાન કરી લેવાનું કહ્યું હતું. આ માટે આ માટે છોકરીઓને 50 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા પરંતુ, યુવતીઓ ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા માગ્યા હતા તો જ સમાધાન કરવાનું કહ્યું હતું. પીડિતોએ છોકરીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મહિલાઓ સામે છેતરપિંડી, ખંડણી અને ધમકી આપવા બદલ ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ