બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / વડોદરાના સમાચાર / અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતી વૃદ્ધાનું મર્ડર, રૂપિયા માટે ભાડુઆતે હત્યા કરી નાખી, સામે આવ્યું વડોદરા કનેક્શન
Last Updated: 10:36 AM, 26 November 2024
અમેરિકાના ન્યુ જર્સીમાં હત્યાની ઘટના બની હતી. જેમાં વડોદરાના વૃદ્ધાની હત્યા ગાંધીનગરના ભાડુઆતે જ કરી હતી. ગાંધીનગરના યુવક કિશન શેઠે વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. ત્યારે નાસભાગમાં ત્યાની પોલીસે કિશનને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. વૃદ્ધાના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે.
ADVERTISEMENT
પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો
પોલીસ વેલફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘટનાની જાણ થયા બાદ ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે તાજેતરમાં કિશન શેઠને સંડોવતી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વિશે જાણ્યું. તેની ધરપકડ કરવામાં આવી છે અને બર્ગન કાઉન્ટી, એનજેમાં કેમ્પસની બહાર બહુવિધ ગુનાઓ અંગે આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં હત્યાનો પણ સમાવેશ થાય છે. કિશન શેઠને આથી વચગાળાના સસ્પેન્શન પર મૂકવામાં આવે છે આવ્યો છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.