ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / 'જે બાલાસાહેબ ના કરી શક્યાં, તે....', 20 વર્ષ બાદ એક મંચ પરથી ઠાકરે બંધુનું મોટું નિવેદન

હુંકાર / 'જે બાલાસાહેબ ના કરી શક્યાં, તે....', 20 વર્ષ બાદ એક મંચ પરથી ઠાકરે બંધુનું મોટું નિવેદન

Published By: Nidhi Panchal

Last Updated: 01:34 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે લગભગ 20 વર્ષ બાદ એક મંચ પર ભેગા થયા. 'આવાઝ મરાઠીચા' રેલીમાં મરાઠી ભાષા, સંસ્કૃતિ અને એકતાના મુદ્દે એક જુસ્સાદાર સંદેશ આપવામાં આવ્યો

ADVERTISEMENT

શનિવારનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે ઐતિહાસિક રહ્યો, જ્યારે લગભગ 20 વર્ષ બાદ ઠાકરે પરિવારના પિતરાઈ ભાઈઓ – રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે – એક જ મંચ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મહારેલીમાં બંને ભાઈઓની હાજરીએ નવો માહોલ ઊભો કર્યો અને મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂની થઈ શકે તેવા એંધાણ આપ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNSના પ્રમુખ રાજ ઠાકરેએ ત્રણ ભાષાના ફરજિયાત અભ્યાસના નિર્ણયને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી જનતાની એકતા અને મરાઠી ઓળખના વિજય તરીકે વખાણી હતી.

raj-thakkare-2

રાજ ઠાકરે શું આપ્યું મોટી નિવેદન?

રેલી દરમિયાન રાજ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર કોઇપણ રાજકારણથી મોટું છે અને આજે 20 વર્ષ પછી તેઓ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવ્યા છે. તેમણે એ પણ કહ્યું કે જે કામ બાળાસાહેબ ઠાકરે જીવનભર ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું – તેમને અને ઉદ્ધવને એક મંચ પર લાવવાનો પ્રયાસ.

હિન્દી પ્રત્યે પ્રેમ નહી પણ એજન્ડા: રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારને હિન્દી લાદવાના પ્રયાસ પર આડો હાથ લીધો અને જણાવ્યું કે હિન્દી પ્રત્યે પ્રેમ નહી પણ એજન્ડા છે. તેમણે દક્ષિણ ભારતનું ઉદાહરણ આપીને કહ્યું કે ત્યાંના નેતાઓ અને કલાકારોએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યા છતાં પોતાની ભાષા સાથે ગાઢ જોડાણ રાખ્યું છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ મરાઠી માટે લોકોમાં એકતા હોવી જરૂરી છે.

મરાઠા સમાજે એકતા બતાવી પડશે : રાજ ઠાકરે

સેનાની મરાઠા રેજિમેન્ટનું ઉદાહરણ આપતા રાજ ઠાકરેએ કહ્યું કે યુદ્ધ સમયે બધા રેજિમેન્ટ એક બનીને ભારત માટે લડે છે. એવી જ રીતે મરાઠી સમાજે પણ પોતાના હિત માટે એકતા દાખવવી જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે સરકારો અને ગઠબંધનો આવશે અને જશે, પણ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય – આ બાળાસાહેબનું સ્વપ્ન અને અમારી પ્રતિબદ્ધતા છે.

app promo2

આ પણ વાંચો : ટ્યુશન જવાનું કહેતા ગુજરાતી એક્ટ્રેસના દીકરાએ 57માં માળેથી લગાવી મોતની છલાંગ

રાજ ઠાકરેએ મીરા રોડ ઘટનાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે આવા પ્રસંગોને વધુ ન ફુલાવા જોઈએ. કોઇની ભૂલ હોય તો તેને જવાબ આપો, પણ શાંતિ ભંગ ન કરો. તેમણે ઉમેર્યું કે તેમના ઘણા ગુજરાતી મિત્રો છે જે મરાઠી ભાષા અને સંસ્કૃતિને પ્રેમ કરે છે અને તેઓને 'ગુજ-રથી' કહે છે – એટલે કે ગુજરાતી હૃદયથી મરાઠી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marathi Language Uddhav Thackeray Raj Thackeray

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ