બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / mumbai local trains should be started for people engaged in essential services uddhav appeals pm modi
ADVERTISEMENT
દેશમાં કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કોરાના વાયરસની સમીક્ષી બેઠકમાં લૉકડાઉન પર કોઇ પણ નિર્ણય સાવધાનીપૂર્વક લેવા અપીલ કરી છે. એમને ઇમરજન્સી સેવાઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવા અને જરૂર પડવા પર સેન્ટ્રલ ફોર્સની મદદ લેવાની પણ વાત કરી.
કોરોના પર વુહાનનું આપ્યું ઉદાહરણ
સીએમ ઉદ્વવ ઠાકરે ચીનના વુહાનનું ઉદાહરણ આપતા કહ્યું, 'કોરોનાના કેસ મે મહિનામાં ટોચ પર પહોંચી શકે છે. આવું જૂન-જુલાઇમાં પણ થઇ શકે છે. મે વાંચ્યું છે કે વુહાનમાં ફરીથી કોરોનાના કેસ આવવા લાગ્યા છે, WHOએ એની ચેતવણી આપી છે. મારી સલાહ છે કે લૉકડાઉન પર કોઇ નિર્ણય સાવધાની પૂર્વક લેવામાં આવે.'
ADVERTISEMENT
સેન્દ્રલ ફોર્સની પડી શકે છે જરૂર
પીએમ મોદીની સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા કરવામાં આવેલી બેઠકમાં ઉદ્ધવે કહ્યું, 'હું નિવેદન કરું છું કે જરૂર પડવા પર મહારાષ્ટ્રને કેન્દ્રીય બળ પણ આપવા જોઇએ. અહીંયા પોલીસ પર ભારે દબાણ છે અને પોલીસકર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે.' મહારાષ્ટ્રમાં એક હજારથી વધારે પોલીસકર્મીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે.
Mumbai local trains should be started again for the people who are engaged in essential services: Maharashtra Chief Minister Uddhav Thackeray during video conference with Prime Minister Narendra Modi today #COVID19 https://t.co/bL4lrVtmsj
— ANI (@ANI) May 11, 2020
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં 22 હજાર કોરોના કેસ
આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી મોદીને આપાત સેવાઓમાં લાગેલા કર્મચારીઓ માટે મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે અપીલ કરી. જણાવી દઇએ કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 22 હજાર થઇ ગઇ છે. એમાં માત્ર મુંબઇમાં જ 13 હજારથી વધારે કેસ છે. રાજ્યમાં 832 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
ADVERTISEMENT
મુંબઇમાં લાખોની આબાદી વાળી ઝુપડપટ્ટીનો વિસ્તાર ધારાવીમાં સતત સંક્રમણ માથાનો દુખાવો બની ગયો છે. BMCએ જાણકારી આપતા કહ્યું કે ધારાવીમાં સોમવારે કોરોના વાયરસના નવા 57 કેસ સામે આવ્યા બાદ અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 916 થઇ ગઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.