બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians lost the match but Rohit Sharma got this special award, though sad on his face, watch the video

IPL 2024 / મુંબઈ ઈન્ડિયન્સ મેચ હારી પણ રોહિત શર્માને મળ્યો આ ખાસ એવોર્ડ, તેમ છતા ચહેરા પર ઉદાસી, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 07:27 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ અણનમ સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો

MI VS CSK: મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 20 રને હાર્યું છે. આ મેચમાં રોહિત શર્માએ અણનમ સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. જોકે મેચ હારવા છતાં રોહિત શર્માને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો તમને જણાવીએ કે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં શું થયું?

રોહિત શર્માએ 105 રન બનાવ્યા

જો રોહિત શર્માના બેટથી રન બને તો તેની ટીમની જીત નિશ્ચિત છે, પરંતુ રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કંઈક અલગ જ જોવા મળ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ રોહિત શર્માએ 5 સિક્સર, 11 ફોર ફટકારી હતી, તેના બેટમાંથી 105 રન બનાવ્યા હતા, તે પહેલા બોલથી છેલ્લા બોલ સુધી રમ્યો હતો પરંતુ તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સ જીતી શક્યું ન હતું. મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સામે 20 રનથી હારી ગયું અને સૌથી વધુ નાખુશ વ્યક્તિ રોહિત શર્મા હતો જેણે સદી ફટકારી હોવા છતાં તેની ઉજવણી કરી શક્યો ન હતો. જો કે મેચ બાદ રોહિત શર્માનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈના ડ્રેસિંગ રૂમમાં આ ખેલાડીને ખાસ ભેટ આપવામાં આવી હતી.

રોહિતને બેજ ઓફ ઓનર મળ્યો

ચેન્નાઈ સામેની હાર બાદ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં એકઠા થયા હતા, જ્યાં રોહિતની ઈનિંગને સલામી આપવામાં આવી હતી. મુખ્ય કોચ માર્ક બાઉચરે રોહિતની ઇનિંગ્સને શાનદાર ગણાવી હતી અને બેટિંગ કોચ કિરોન પોલાર્ડે તેને સન્માનનો બેજ આપ્યો હતો. જોકે રોહિત શર્માના ચહેરા પર ઉદાસી હતી. કદાચ તેને વિશ્વાસ ન હતો કે તેની ટીમ મેચ હારી ગઈ છે.

 

રોહિત છેલ્લે સુધી સંઘર્ષ કરતો રહ્યો

રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને જીત તરફ લઈ જવામાં કોઈ કસર છોડી ન હતી. આ ખેલાડીએ પહેલા જ બોલથી જ ચેન્નાઈના બોલરો પર તબાહી મચાવી દીધી હતી.બેટ્સમેને ઈશાન કિશન સાથે પ્રથમ વિકેટ માટે 70 રન જોડ્યા હતા. રોહિતે તિલક વર્મા સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. રોહિતે 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ અચાનક 15મી ઓવરથી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી: જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતો પર સંકટના વાદળ

એકાએક બદલાયો ખેલ

14 ઓવર પછી મુંબઈનો સ્કોર 130 રન હતો. ટીમના હાથમાં 3 વિકેટ હતી. હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ બાકી હતા. આવી સ્થિતિમાં મુંબઈ માટે જીત મેળવવી કોઈ મોટી વાત નહોતી. પરંતુ ત્યારબાદ 15મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે માત્ર 2 રન આપ્યા હતા.. તુષાર દેશપાંડેએ 16મી ઓવરમાં માત્ર 3 રન જ આપ્યા હતા. તેણે હાર્દિક પંડ્યાની વિકેટ પણ લીધી હતી. મુસ્તફિઝુરે 17મી ઓવરમાં 19 રન આપ્યા પરંતુ તે ટિમ ડેવિડને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. પથિરાનાએ 18મી ઓવરમાં 6 રન આપ્યા હતા. મુસ્તફિઝુરે 19મી ઓવરમાં 13 અને પથિરાનાએ 20મી ઓવરમાં 13 રન આપ્યા, પરિણામે મુંબઈ 20 રનથી મેચ હારી ગયું હતું.
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ