બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અમદાવાદ બાદ હવે મુંબઇ..., અપાઇ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સાયબર ટીમ એક્ટિવ

હડકંપ / અમદાવાદ બાદ હવે મુંબઇ..., અપાઇ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સાયબર ટીમ એક્ટિવ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:01 PM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai News: ગઇકાલે અમદાવાદની 12 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યા પછી આજે મુંબઈમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મુંબઈમાં હડકંપ મચી ગયો છે.

Mumbai News: મુંબઈની બાંદ્રા કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મુંબઈ આખી હચમચી ગઈ છે. કોર્ટ પ્રશાસનને આજે ગુરુવારે એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભરેલ ઈમેલની જ થતાં જ મુંબઈ પોલિસ બોમ્બ સ્કવોડ અને અન્ય સુરક્ષા એજન્સી સાથે બાંદ્રા કોર્ટે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે મંગળવારે અમદાવાદની 12 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

મુંબઈ પોલીસને બાંદ્રા કોર્ટને બોમ્બની ધમકી મળ્યાની જાણ થતાં જ બોમ્બ સ્કવોડ સાથે ટીમ કોર્ટ પહોંચી હતી અને આસપાસના એરિયાને કોર્ડન કરીને તેની સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષા હેતુ માટે કોર્ટ પરિસરમાં રહેલા લોકોને સતર્ક કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની લાપરવાહી ના રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. પોલીસની આ તપાસ ઘણા સમય સુધી ચાલી હતી પણ આ તપાસમાં પોલીસને એકપણ શંકાજનક કે વાંધાજનક કે કોઈ વિસ્ફોટક વસ્તુ હાથ લાગી ના હતી.

પોલીસ અને સાયબર સેલ હવે આ ઈમેલની ટેકનિકલ તપાસમાં લાગી ગઈ છે. જેનાથી એ વાતની જાણ થઈ શકે કે આ ધમકીભર્યો મેલ આખરે ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો અને તેની પાછળ તેનો ઇરાદો શું હતો.? સાયબર સેલની મદદથી ઈમેલના સ્ત્રોત અને IP એડ્રેસની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ કઈ પહેલીવાર નથી જ્યારે મુંબઈ કે દેશના અન્ય કોઈ રાજ્યમાંકોઈ જાહેર સ્થળને આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. આ પહેલા 1 ડિસેમ્બરના રોજ મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારમાં એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અને ગઇકાલે અમદાવાદની 12 સ્કૂલોને. મુંબઈની સ્કૂલને ધમકી મળ્યા પછી સ્કૂલ મેનેજમેન્ટે તુરંત જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્કવોડને આ અંગે સૂચના આપી હતી. સ્કૂલે પહોંચીને પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી પણ ત્યાં પણ કોઈ વિસ્ફોટક પદાર્થ હાથ લાગ્યો નહતો. પોલીસે આ મામલે ધમકીને ખોટી ગણાવી હતી.

આ જ રીતે નવેમ્બર મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બની ધમકીઓની ઘટના સામે આવી હતી. દિલ્હીના 2 સ્કૂલ અને 3 કોર્ટેને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. મળતી જાણકારી અનુસાર દિલ્હીના દ્વારકા સ્થિત એક CRPF સ્કૂલ અને પ્રશાંત વિહારની અન્ય એક સ્કૂલને ધમકી મળી હતી. આ ઉપરાંત સાકેત કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને રોહિણી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

આ પણ વાંચો: 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'થી જગમાં ઓળખ મેળવનાર શિલ્પકાર રામ સુતારનું નિધન, 100 વર્ષે લીધા અંતિમ શ્વાસ

vtv app promotion

બોમ્બની સૂચના મળતા જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કવોડ સાચા સમયે સ્કૂલે પહોંચી ગઈ હતી અને સ્ટુડન્ટ્સ અને સ્કૂલ સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે કોઈ જાનહાનિ કે વિસ્ફોટક પદાર્થ હાથ લાગ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Police Bandra Court Threat Email Mumbai Bomb Threat

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ