બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચીનના વુહાન શહેરથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં પણ ખૂબ હાહાકાર મચાવ્યો છે. દેશમાં વાયરસથી સંક્રમણને ફેલાતા રોકવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી રાખી છે જે 3 મે સુધી લાગૂ છે. પરંતુ ફરીથી દરરોજ નવા કેસ સામે આવતા રહ્યા છે. આ વચ્ચે મુંબઇ એરપોર્ટે જાહેરાત કરી છે કે એ હવાઇ સેવા ફરીથી શરૂ કરવા પૂરી રીતે તૈયાર થઇ ગયું છે.
મુંબઇ એરપોર્ટે શનિવારે પોતાનું સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું છે કે એ પરિચાલન શરૂ કરવા માટે તૈયાર છે. એના માટે જરૂરી તમામ સુરક્ષા તૈયારી કરી લીધી છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઇ તપથી જારી સંદેશમાં એરપોર્ટથી ફ્લાઇટ પકડનાર યાત્રીઓ માટે કેટલાક દિશા નિર્દેશ પણ આપ્યા છે.
ADVERTISEMENT
જે પ્રમાણએ એરપોર્ટ પર 1.5 મીટરના અંતરનું માર્કિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે યાત્રી પોતાની પૂરી યાત્રા દરમિયાન આ માર્કિગનું ધ્યાન રાખે. આ ઉપરાંત યાત્રીઓને એવી પણ સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓથી ઓછામાં ઓછો સંપર્ક બનાવો અને ઑનલાઇન ચેક ઇનનો ઉપયોગ કરો કેમ કે વ્યર્થના સંપર્કથી બચી શકાય.
એરપોર્ટે યાત્રીઓને અનુરોધ કર્યો છે કે એ પોતાની સાથે હાલ ઓછામાં ઓછો સામાન લઇને યાત્રા કરે, એની સાથે જ કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પરિસરમાં બને એટલો વધારેમાં વધારે કોન્ટેક્ટ લેસ લેણદેણનો ઉપયોગ કરે.
ADVERTISEMENT
રેલવે પણ કરી પોતાની તૈયારી
જણાવી દઇએ કે લૉકડાઉન કારણે ટ્રેન, મેટ્રો, ફ્લાઇટ અને સાર્વજનિક પરવિહન પૂરી રીતે બંધ છે. આ વચ્ચે રેલવેએ લૉકડાઉન બાદ કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની ફોર્મૂલા પર વિચાર કરી રહી છે. સૂત્રો પ્રમાણએ લૉકડાઉન ખતમ થયા બાદ શરૂઆતમાં કેટલીક સ્પેશિયલ પેસેન્જર ટ્રેનોને ચલાવવાનો પ્રસ્તાવ છે.
પ્રસ્તાવ પ્રમાણે શરૂઆતમાં માત્ર સ્લીપર ટ્રેન જ ચલાવવામાં આવશે. એસી કોચ અને જનરલ કોચ વાળી ટ્રેનો ચલાવવામાં આવશે નહીં. આ ટ્રેનોથી મીડલ બર્થને પણ હટાવી દેવામાં આવી છે. જે લોકોની ટિકીટ કન્ફર્મ હશે, એ લોકો જ યાત્રા કરી શકશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.