બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Mulayam Singh is admitted to the critical care unit of Medanta Hospital

હેલ્થ બુલેટિન / મુલાયમ સિંહ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર, હાલત સ્થિર

Malay

Last Updated: 10:35 AM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેદાંતા હોસ્પિટલે એક હેલ્થ બુલેટિનમાં જણાવ્યું છે કે, મુલાયમ સિંહ હાલમાં મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્ણાતોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

  • સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક
  • ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર સેન્ટરમાં કરાયા શિફ્ટ
  • પીએમ મોદી-યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ ખબરઅંતર પૂછ્યા

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. મુલાયમ સિંહ માટે દેશભરમાં પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને પહેલા પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા, બાદમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ હવે તેમને ક્રિટિકલ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

'નેતાજી'ની તબિયત અંગે હોસ્પિટલે શું કહ્યું?
મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, "મુલાયમ સિંહ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ છે અને નિષ્ણાતોની એક ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે." હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, તેમની સારવાર ઓન્કોલોજિસ્ટ ડૉ. નીતિન સૂદ અને ડૉ. સુશીલ કટારિયાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

સમર્થકોને હોસ્પિટલમાં એકઠા ન થવાની અપીલ
કેન્દ્રીય મંત્રી એસ.પી બઘેલ મેદાંતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના ભાઈ શિવપાલ યાદવ અને કેટલાક અન્ય મોટા નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, પુત્રવધૂ ડિમ્પલ યાદવ પણ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ તેમની તબિયત જાણવા માટે હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા. જોકે, પાર્ટીએ કાર્યકર્તાઓને ગુરુગ્રામમાં એકઠા ન થવાની અપીલ કરી છે.

પીએમ મોદી અને સીએમ યોગીએ પણ પૂછ્યા ખબરઅંતર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, પીએમ મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું કે તેઓ તમામ શક્ય મદદ અને સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

 

દેશભરમાં પ્રાર્થનાનો દોર ચાલુ 
નેતાજી માટે મંદિરોમાં પૂજા-અર્ચનાનો દોર ચાલી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો તેમના નેતા માટે મહા મૃત્યુંજયના જાપ પણ કરાવી રહ્યા છે. મંદિરોમાં ચાલુ પૂજાના ફોટા અને વીડિયો ટ્વિટર અને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. મુલાયમસિંહ જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. લખનઉના વિક્રમાદિત્ય માર્ગ પર સ્થિત સમાજવાદી પાર્ટીના કાર્યાલય પાસેના હનુમાન મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન અને પ્રાર્થના ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ